હાલોલ : કોરોના વાયરસની મહામારીમાં અમલમાં આવેલા લોકડાઉન દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આયુર્વેદ વિભાગના માર્ગદર્શન મુજબ લોકડાઉન દરમ્યાન કરેલી ઉત્કૃષ્ટ તબીબી કામગીરીને કારણે મંગળવારે કલેકટર કચેરીના સભાખંડમાં કાલોલ વિસ્તારના ડૉ. કૃષ્ણકુમાર તાવિયાડ (મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદ દવાખાનું-પિંગળી) અને ડૉ. પ્રકાશભાઈ ઠક્કર (મેડિકલ ઓફિસર, સરકારી હોમિયપેથી દવાખાનું- દાંતોલ)ને તેમની જિલ્લાના આયુર્વેદ અને હોમીઓપેથી મેડિકલ વિભાગના પ્રતિનિધિ તરીકે કોરોના વોરિયર તરીકે સન્માનિત કરી સન્માનપત્રો અપાયા હતા. કાર્યક્રમમાં જિલ્લા આયુર્વેદ વિભાગ સાથે જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા સાંસદ સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં આરોગ્ય અને વહીવટી તંત્ર દ્વારા આયુર્વેદ શાખા દ્વારા કરવામાં આવેલ વિવિધ કાર્યોને બિરદાવ્યા હતા.