રાજાૈરી-

જમ્મુ-કાશ્મીરના રાજાૈરીમાં ગુરૂવારે સાંજે એનકાઉન્ટરમાં બે પાકિસ્તાની આતંકવાદી ઢેર કર્યા છે. પરંતુ બે સૈનિકો પણ શહીદ થયા છે. અથડામણ રાજાૈરીના સુંદરબની સેક્ટરમાં થઈ છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે. સુરક્ષાદળોએ આતંકવાદીઓ વિરુદ્ધ પ્રહારો તેજ કરી દીધા છે. માત્ર ગુરૂવારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયેલા ત્રણ એનકાઉન્ટરમાં છ આતંકવાદીઓને ઠાર કર્યા છે.

આ પહેલા જમ્મુ-કાશ્મીરના કુલગામ અને પુલવામા જિલ્લામાં સુરક્ષાદળોની સાથે અથડામણમાં ૪ આતંકીઓ માર્યા ગયા. આ અથડામણ એવા સમયે થઈ છે જ્યારે હિઝબુક મુઝાહિદીનના આતંકી કમાન્ડર બુરહાન વાનીના માર્યા ગયાના પાંચ વર્ષ પૂરા થવા પર ગુરૂવારે ઘાટીના કેટલાક વિસ્તાર બંધ રહ્યા. પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યુ કે પુલવામાના પુચાલ ક્ષેત્રમાં આતંકવાદીઓની હાજરીની સૂચના મળવા પર પોલીસ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ અને સેનાએ બુધવાર અને ગુરૂવારની રાત્રે સંયુક્ત રૂપથી ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન અભિયાન ચલાવ્યું હતું.

તેમણે કહ્યું કે, સર્ચ અભિયાન દરમિયાન આતંકવાદીઓના ઠેકાણાની જાણકારી મેળવી અને તેને સમર્પણ કરવાનું કહ્યું, પરંતુ તેમણે ગોળીબારી શરૂ કરી અને જવાબી કાર્યવાહી બાદ અથડામણ શરૂ થઈ. પ્રવક્તાએ જણાવ્યુ કે, અથડામણમાં બે આતંકવાદીઓ ઢેર થયા અને તેના મૃતદેહ કાઢવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના રૂપમાં થઈ છે. આતંકીના નામ રમઝાન સોફી અને અલ બદ્ર ઇનાયત અહમદ ડારના રૂપમાં થઈ છે. તો કુલગામ જિલ્લામાં રાષ્ટ્રીય રાજમાર્ગ પર આતંકીઓની સૂચના મળ્યા બાદ જદોરા-કાજીગુંડમાં એક સંયુક્ત તપાસ ચોકી સ્થાપિત કરવામાં આવી છે.