વડોદરા, તા.૧૩ 

હાલમાં રમાઈ રહેલી આઈપીએલ ક્રિકેટ મેચમાં ઓનલાઈન સટ્ટો રમવાની આઈડીનું વેચાણ કરનાર અને ખરીદનાર ઈસમોને પીસીબીએ વાઘોડિયા રોડ ખાતેથી ઝડપી પાડી મુદ્દા માલ કબજે કર્યો છે.

ઓનલાઈન ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તી શહેરમાં ફુલીફાલી છે એને અટકાવવાના પ્રયત્નોમાં લાગેલી પીસીબીની ટીમને બાતમી મળી હતી કે પરીવાર ચાર રસ્તા પાસે આવેલ શ્રી કોમ્પ્લેક્ક્ષમાં ભારત ફ્લોરની બહાર સફેદ શર્ટ પહેરેલો ઈસમ જાવેદ હાજીભાઈ આઈપીએલ ક્રિકેટ મેચ લીગમાં ઓનલાઈન સટ્ટો રમવાની આઈડી કેટલાક ગ્રાહકોને વેચે છે.

જેના આધારે દરોડો કરતા પોલીસે આઈડી વેચનાર હાજી જાવેદ અને ખરીદનાર સંજય રતીલાલ ઠાકોરને ઝડપી રોકડા રૂા.૨૯૦૦ તથા બે મોબાઈલ મળી કુલ ૧૫, ૯૦૦નો મુદ્દામાલ કબજે કરી પાણીગેટ પોલીસ મથકે વધુ કાર્યવાહી માટે કેસના કાગળો સુપ્રત કર્યા હતા.