વડોદરા

બોરસદમાં વૃદ્ધાને ઠગીને દાગીના લૂંટી લીધા બાદ લાપતા છૂપાતા દાગીના વેચવા ફરી રહી રહેલા બે ચીટરોને વારસિયા પોલીસે ઝડપી પાડયા હતા જે પૈકી એક કિશોર હોવાથી એના સાથીદાર યુવક સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કુલ રૂા.૧.૩૦ લાખનો મુદ્‌ામાલ કબજે કર્યો છે. બોરસદ પોલીસ સ્ટેશન ખાતે તા.૧ જાન્યુઆરીના રોજ વૃદ્ધાના દાગીના લૂંટી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. બંને લંુટારુ દાગીના લૂંટી વડોદરા શહેરમાં વેચવા માટે ફરી રહ્યા હતા, તે દરમિયાન વારસિયા પોલીસને બાતમી મળતાં જ વૃદ્ધાને લૂંટનાર એક કિશોર અને યુવકને દબોચી લેવામાં આવ્યા હતા.

બોરસદ સ્થિત વાવડી મહોલ્લામાં રહેતા ૬૭ વર્ષીય વૃદ્ધા ખરીદી કરવા માટે બહાર ગયાં હતાં. દરમિયાન વિજય રાજુભાઈ મારવાડી અને તેના સગીર સાગરિતે વૃદ્ધાને ઊભા રાખી નોકરી માગવા બાબતે વાતોમાં ઉલજાવવાનું શરૂ કર્યું હતું. વૃદ્ધા બંનેની વાતો સાંભળી રહ્યા હતા ત્યારે મોકો જાેઈ ગઠિયાઓએ વૃદ્ધાને પહેરેલી સોનાની ચેઈન અને કાનની બુટ્ટીઓ સેરવી લીધી હતી. વૃદ્ધા કોઈ પ્રતિકાર આપે તે પહેલાં જ બંને ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા જેથી આ મામલે બોરસદ પોલીસે ગુનો નોંધી ગઠિયાઓની શોધખોળ હાથ ધરી હતી. તેવામાં વૃદ્ધાના લૂંટેલા દાગીના વેચવા માટે વિજય મારવાડી અને તેનો સગીર સાગરિત શહેરમાં આવી પહોંચ્યા હતા, જ્યાં વારસિયા વિસ્તારમાં સોનાની ચેઈન વેચવા માટે ફરી રહેલા શકમંદો અંગે પોલીસને જાણ થઈ હતી જેના પરિણામે બંનેની અટકાયત કરી પૂછપરછ કરતાં બોરસદમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો હતો.