અમદાવાદ-

શહેરના ગ્રામ્ય વિસ્તારમાં મ્યુકરમાયકોસીસના રોગની સારવાર માટે ઉપયોગમાં લેવાતા એમ્ફોટેરીસીન બી નામની ઈન્જેક્શનનો કાળા બજારી કરીને એક ઈન્જેક્શ રૂ.17 હજારમાં વેચતા બે શખ્સોને ગ્રામ્ય ક્રાઈમ બ્રાંચ અને સાયબર ક્રાઈમની ટીમે સંયુક્ત રીતે વોચ ગોઠવીને ઝડપી લીધા છે. બંન્ને આરોપીઓ શહેરની અસારવા સિવિલમાં નોકરી કરતા તેના મિત્ર પાસેથી રૂ.10 હજારમાં ઈન્જેક્શન મેળવીને બજારમાં 17 હજારમાં વેચી કાળા બજારી કરતા હોવાનુ પુછપરછમાં સામે આવ્યું હતુ.

શહેરના ગ્રામ્ય વિસ્તારમાં ટેલીગ્રામ એપ્લીકેશનમાં ઓક્સીજન બેડ અને એમડેસીવીર કોવિડ 19 ઈન્ડીયા નામના ગુપમાં કોરોના રોગની સારવારમાં ઉપયોગી રેમડેસીવીર તથા મ્યુકરમાયકોસીસના રોગની સારવાર માટે ઉપયોગી એમ્ફોટેરીસીન બી નામની દવાઓનુ શોસીયલ મીડીયા ગ્રુપના માધ્યમથી ઓન લાઈન કાળા બજારમાં ઉંચા ભાવે વેચાણ થતી હોવાની માહિતી અમદાવાદ ગ્રામ્ય ક્રાઈમ બ્રાન્ચ પી આઈને થતા તેમણે સાયબરની ટીમના ટેકનીકલ માણસોની મદદથી ટેલીગ્રામ એપ્લીકેશનથી આવો મેસેજ કરનાર શખ્સનો સંપર્ક કરીને બે ઈન્જેક્શનની જરૂર છે તેવો મેસેજ કર્યો હતો. જો કે આ શખ્સે એક ઈન્જેક્શન રૂ.17 હજારમાં અને બે રૂ.34 બજારમાં વેચવાનો સોદો નક્કિ કર્યો હતો અને હાથીજણ સર્કલ પાસે આવવાની વાત કરી હતી. જેના કારણે ક્રાઈમ બ્રાંચની અને સાયબર ક્રાઈમની ટીમ તે જગ્યાએ છટકુ ગોઠવીને બેઠી હતી અને એમ્ફોટેરીસીન બી ઈન્જેક્શન લઈને આવેલા જૈનમ શાહ અને બલવાનસીંગ ગુર્જરનાઓને ઝડપી લીધા હતા. આ બંન્ને આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે અમદાવાદની અસારવા સિવીલ હોસ્પિટલમાં કામ કરતા હર્ષદ પરમારનાઓ પાસેથી રૂ.10.500માં એક ઈન્જેક્શન મેળવીને બજારમાં 17 હજારમાં વેચી કાળા બજારી કરતા હતા.