હાલોલ, ઘોઘંબા તાલુકાના જાબુંવાણીયા ગામમાં નિશાળ ફળિયામાં રહેતા અજમલ સિંહ સરદાર સિંહ પરમાર પર તા.૧૮.૧૨.૨૦૨૦ ના રોજ વહેલી સવારના ૬ઃ૦૦ વાગ્યા ની આજુબાજુ પોતાના ઘર નજીક કુદરતી હાજતે ગયા હતા ત્યારે જંગલમાંથી અચાનક માનવભક્ષી દીપડો આવી હુમલો કરતા તેઓને માથાના ભાગમાં તથા હાથ ના ભાગમાં ખૂબ મોટી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ તેઓ ગભરાઈ જઈને બૂમાબૂમ કરતા તેઓની આસપાસના ફળિયાના લોકો તાત્કાલિક દોડી આવી દીપડાને ભગાડવામાં સફળ થયા હતા અને દીપડાની ઝપાઝપીમાં ઘાયલ થયેલા અજમલ સિંહ ને તાત્કાલિક ૧૦૮ બોલાવી ને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમ્યાન તેમની તબિયત સારી છે તેમ જાણવા મળ્યું હતું. લોકો ના કહ્યા મુજબ કોઈ બીજી આવી મોટી ઘટનાં બને તે પહેલાં ફોરેસ્ટ ખાતા ના અધિકારીઓ દ્વારા વહેલી તકે દીપડા ને પાંજરે પુરવામાં આવે તેવી માંગ થઈ રહી છે. 

આ ઉપરાંત ઘોઘંબા તાલુકાના પીપળીયા ગામમાં ઘરમાં તાપણા આગળ બેઠેલી ૭૨ વર્ષીય વૃદ્ધા ઉપર દીપડાએ જીવલેણ હુમલો કરતાં નાસભાગ મચી ગઇ હતી. વૃદ્ધાએ બુમરાણા મચાવતાં તેણીનો આબાદ બચાવ થયો હતો. વૃદ્ધાને માથાના ભાગે ગંભીર ઇજો પહોંચી હતી જેથી ૧૦૮ મારફ્ત ઘોઘંબા સારવાર માટે ખસેડવામાં આવી હતી. જયાંથી વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ ત્યાં દોડી ગઈ હતી. માનવભક્ષી બનેલા દીપડાએ પાલતુ પશુને ઘર આંગણે આવી શિકાર બનાવતાં ક્રૂડાટ વ્યાપી ગયો હતો. ઉલ્લેખની છે કે દીપડાએ કાંટાવેડા અને ગોપાસુંડલ ગામમાં ગત સપ્તાહે બે માસૂમ કિશોરને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને એક કિશોરીને ઇજા પહોંચાડી હતી.