વડોદરા,તા.૧૬

વડોદરા શહેરના નાગરવાડા આમલી ફળિયામાં યશ અશોકભાઈ પટેલ ઉ.૨૨ તેના પરીવાર સાથે રહેતો હતો. યશ પટેલ ટીવાય બી કોમ સુધી અભ્યાસ કર્યા બાદ તેને મિત્રોની મદદથી પોતાના ડેકોરશેન એન્ડ ઈવેન્ટમેનજમેન્ટ નો ધંધો શરૂ કર્યો હતો. તે બાદ તે લગ્ન પ્રસંગ બર્થડે પાર્ટી સહિત અન્ય કાર્યક્રમોના ઈવેન્ટ મેનેજમેન્ટનો કોન્ટ્રાકટ લેતો હતો. આજે તેનો પાદરા ખાતે ડેકોરેશન તથા ઈવેન્ટ મેનેજમેન્ટ કોન્ટ્રાકટ હોય તેની તૈયારીઓ માટે આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ યશ પટેલ, તેના બે સાથી મિત્રો મહિરી વિનોદભાઈ ચાવડા ઉ.૨૦ તથા સુનિલ દિનેશભાઈ વસાવા બંન્ને રહે નાગરવાડા ફળિયામાં ત્રણેય યુવાન મિત્રો કાર લઈને ઘરેથી પાદરા જવા નિકળ્યા હતાં. પાદરા રોડ પર આવેલ બિલગામના બસ સ્ટેન્ડ પાસે અચાનક રસ્તે રખડતુ કુતરૂ રોડ પર દોડી આવ્યુ હતું. તેને બચાવવા માટે યશ પટેલે કારની બ્રેક મારી હતી. જેમાં કાર પલ્ટી મારી ગઈ હતી. કાર પલ્ટી જતાં કાર સવાર યશ પટેલ મિહિર ચાવડા તથા સુનિલ વસાવાને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જાેકે યશ પટેલને ગંભીર ઈજાઓ થવાથી બનાવ સ્થળ પરમોત નિપજયુ હતું. જ્યારે મિહીર અને સુનિલ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવને પગલે બિલ ગામના લોકો ગામના બસ્ટેન્ડ ખાતે મદદે દોડી આવ્યા હતા. સયાજી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તને લાવ્યા બાદ મિહિર ચાવડાનું ટુકી સારવાર દરમિયાન મોતને ભેટયો હતો. અલબત્ત આજે વહેલી સવારે બનેલા કુતરૂ આડે આવવાના બનાવમાં કુતરાએ બે યુવાન મીત્રોનો ભોગ લીધો હતો. અકાળે યુવાનોના મૃત્યુ થતા પટેલ અને ચાવડા પરિવારમાં ઘેર શોકની લાગણી વ્યાપી હતી. મિહિર ચાવડાએ તાજેતરમાં ધો.૧૨ પરીક્ષા પાસ કર્યા બાદ કોલેજમાં એડમિશન મેળવવવાના પ્રયત્નો હાથ ધર્યો હતો.