ભુજ-

કેરા ગજોડ નજીકની વાડીમાં મોડી રાત્રે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને ભુજમાં નવી રાવલવાડીમાં રહેતા વિરેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા અને વિશાલ પ્રદીપભાઈ સોની બે શખ્સને રોકડ રૂપિયા ૮,૩૨૫, તથા ૫૦,૫૦૦ની કિંમતના ૫ મોબાઈલ, ૨૦ હજારનું ટીવી, સેટઅપ બોક્સ, હિસાબની નોટબુક તેમજ ર લાખની કાર સહિત ૨,૮૦,૦૨૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

કેરાથી ગજોડ જતા માર્ગ પર કેરાની સીમમાં આરોપી વિરેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજાની વાડીમાં દરોડો પાડ્યો હતો. દુબઈ ખાતે ચાલી રહેલી આઈપીએલની કિંગસ ઈલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર બેંગલોર વચ્ચેની ક્રિકેટ મેચમાં સટ્ટો રમતા મુળ મુન્દ્રા તાલુકાના મોટી તુંબડીના અને ભુજ રહેતા વિરેન્દ્રસિંહ જાડેજા અને વિશાલ સોનીને ઝડપી પાડ્યા હતા. તેમના કબજામાંથી રોકડ રૂપિયા ૮,૩૨૫, તથા ૫૦,૫૦૦ની કિંમતના ૫ મોબાઈલ, ૨૦ હજારનું ટીવી, સેટઅપ બોક્સ, હિસાબની નોટબુક તેમજ ર લાખની કાર સહિત ૨,૮૦,૦૨૫ લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે જુગારધારાની કલમો મુજબ માનકૂવા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.