વડોદરા, તા.૧૯

શહેરના વાઘોડિયા રોડ પર પરિવાર ચાર રસ્તા પાસે આવેલ કોમ્પલેક્સની એક દુકાનની બહાર જાહેરમાં ગત રાત્રિના આઈપીએલ ૨૦-૨૦ ક્રિકેટ મેચ પર મોબાઈલ એપ્લિકેશનથી સટ્‌ો રમાડતા બે સટોડિયાઓને શહેર ગુનાશોધક શાખાએ રંગેહાથ ઝડપી પાડયા હતા. બંને શખ્સોની પૂછપરછમાં સટ્ટો લેનારનું નામ ખૂલતાં પોલીસે તેની શોધખોળ કરી છે. જ્યારે સ્થળ પરથી પોલીસે ત્રણ મોબાઈલ, રોકડ અને આંકડા લખેલી ચિઠ્ઠીઓ સહિત અડધા લાખનો મુદ્‌ામાલ કબજે લઈને કાર્યવાહી હાથ ધરી છે.કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે શહેરમાં લાદવામાં આવેલા કરફયૂ ટાણે પેટ્રોલિંગ કરતી ક્રાઈમ બ્રાન્ચે રવિવારે રાત્રિના માહિતી મળી હતી કે વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે અર્પણ કોમ્પલેક્સમાં આવેલી રાજસ્થાન સેલ્સ નામની દુકાનની બહાર જાહેરમાં બે યુવકો રોયલ ચેલેન્જર બેંગલોર અને કોલકાતા નાઈટ રાઈડર વચ્ચે ચાલતી ક્રિકેટ મેચનો સ્કોર મોબાઈલ પર જાેઈને સટ્ટો રમાડી રહ્યા છે, જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ઉક્ત સ્થળે છાપો મારીને આઈપીએલ મેચ ઉપર સટ્‌ો રમાડતા બે શખ્સોને દબોચી લીધા હતા. બંને શખ્સોમાં આશિષ કલ્યાણમલ શાહ (રહે. શ્લોક રેસિડેન્સી, બાપોદ પાણીની ટાંકી પાસે) અને પવનલાલ શાહ (રહે. વીરપુરનગર, નાલંદા પાણીની ટાંકી પાછળ)ની અટકાયત કરી હતી. બંને સટોડિયાઓ પાસેના બે મોબાઈલ પૈકીના એક મોબાઈલમાં ક્રિકેટ એક્સચેન્જ નામની એપ્લિકેશન ચાલુ હોવાનું, જ્યારે બીજા મોબાઈલમાં ગોકુલેક્સ-૯ ડોટકોમ નામની વેબસાઈટ ચાલુ મળી આવી હતી. બંનેની વધુ પૂછપરછમાં સટ્ટાનો હાર-જીતનો હિસાબ ચિઠ્ઠીમાં કરતા હોવાનું જણાવ્યું હતું. આ આઈડી કોને આપ્યો છે, ક્રિકેટના સટ્ટાની હાર-જીત કોની પાસે કરો છો તેવું પૂછતાં આ આઈડી શિવમ ધોબી પાસેથી લાવ્યા હોવાનું અને સટ્ટો પણ તેની પાસે કપાવતા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે સ્થળ પરથી બંને સટ્ટાબાજાે પાસેથી ત્રણ મોબાઈલ ફોન, રૂા.૪૮૦૦ રોકડ અને એક આંકડા લખેલી ચિઠ્ઠી સહિત કુલ રૂા.૪૯,૮૦૦નો મુદ્‌્‌ામાલ મળી આવતાં જે કબજે લીધો છે.ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ઝડપાયેલા આશિષ શાહ, પવનલાલ શાહ અને શિવમ ધોબી સામે જુગારધારા હેઠળ પાણીગેટ પોલીસે ગુનો નોંધ્યો છે, જ્યારે આરોપી શિવમ ધોબીની શોધખોળ શરૂ કરી છે.