વડોદરા : શહેર પોલીસ કમિશનર બદલાતાં જ વિદેશી દારૂ અંગેની પ્રવૃત્તિઓ પુનઃ શરૂ થઈ છે. ત્યારે માત્ર માલેતુજારોને જ પોષાય એવી ઊંચી કિંમતના ઈમ્પોર્ટેડ વિદેશી દારૂનો જથ્થો બાપોદ પોલીસે પકડી પાડયો છે. પોલીસે આ અંગે બે જણાને ઝડપી પાડી રૂા.૧૦ લાખ ઉપરાંતનો મુદ્‌ામાલ ઝડપી પાડયો છે, જ્યારે બે જણાને વોન્ટેડ જાહેર કરેલ છે. 

બાપોદ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બાતમી મળી હતી કે એક લાલ કલરના કન્ટેઈનરમાં ઈમ્પોર્ટેડ વિદેશી દારૂનો જથ્થો શહેરમાં ઘૂસાડવાનો પ્રયાસ થનાર છે. હાઈવે ઉપર વોચ દરમિયાન એપીએમસી પાસે એસ્સાર પેટ્રોલ પંપ ખાતે આવેલા કન્ટેઈનર નં. એચઆર પપ એસી ૨૨૦૪ આવતાં જ તેની તપાસ કરતાં ઘરવખરીના સામાનની આડમાં ઈમ્પોર્ટેડ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેમાં જાેનો વોકર રેડ લેબલ બ્રાન્ડની બોટલ નં.૭ર કિંમત રૂા.૧,૮૭,૨૦૦ અને એબ્સ્પુલેટ વોડકાની બોટલ નં.૩૬ કિંમત રૂા.૧,૦૮ લાખ, મોબાઈલ ફોન અને કન્ટેઈનર સહિત ૧૧ લાખનો મુદ્‌ામાલ ઝડપાયો હતો. જ્યારે ચાલક રાજેશ યાદવ, ક્લિનર બિરેન્દ્ર કશ્યપને ઝડપી પાડી દારૂ મોકલનાર કર્મવીર યાદવ (હરિયાણા) અને વડોદરાના ઈસમને ફરાર જાહેર કર્યા છે.