વલસાડ : વાપી જી.આઇ.ડી.સી. ના ગોડાઉનમાંથી પ્લાસ્ટીક મટીરીયલ્સ સાથે બે ઝડપાયા હતા. વલસાડ જીલ્લા પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમી આધારે વાપી જી.આઇ.ડી.સી. વિશાલ મેગામાર્ટ પાસે વોચ ગોઠવી હતી. 

પોલીસે આરોપીઓ (૧) મોહમદ સોયબ ઉર્ફ સોનુ મોહમદ આલમ શેખ ઉ.વ .૨૧ રહે , હાલ ચણોદ કોલોની આરતી ગાર્ડન સ્ટ્રીટ લાઇટ પાસે બિલ્ડીંગને .૨૪ તા.વાપી જી.વલસાડ મુળ રહે , યુ.પી. (૨) આસીફ મેરાજ ખાન ઉ.વ .૨૧ રહે , હાલ ચણોદ કોલોની આર.સી.એલ. ૨૩ રૂમ નં .૨૭૪ તા.વાપી જી.વલસાડ મુળ રહે , યુ.પી. ૩ ) ડ્રાઇવર ગજેન્દ્ર નગીનદાસ ભાવસાર ઉ.વ .૭૨ રહે , ચણોદ કોલોની આર.સી.એલ. ૭૬/૯૦૪ તા . વાપી જી.વલસાડને પકડી પાડ્યા હતા. તેઓના કબજામાંથી છોટા હાથી ટેમ્પો કિ.રૂ .૨,૦૦,૦૦૦ આ ટેપમાં ભરેલ પ્લાસ્ટીકના કાચના ટુકડા જેવા દાણાની ગુણીઓ વજન ૧૦૦૦ કિ.ગ્રા . કિ.રૂ .૯૦,૦૦૦ તથા અંગઝડતીમાંથી એક મોબાઇલ ફોન કિ.રૂ .૩૦૦૦ કુલ્લે કિ.રૂ.૨,૭૩,૦૦૦ નો મુદામાલ બીલ આધાર પુરાવા વગર મળી આવતા તમામ મુદામાલ મજકુર ઇસમોએ છળકપટથી મેળવેલાનું જણાતું હોય મુદામાલ કબજે કરેલ છે અને મજકુર ઇસમોને તાબામાં લઇ આરોપી મુદામાલનો કબજો વધુ તપાસ અર્થે વાપી જી.આઇ.ડી.સી. પો.સ્ટે.માં સુપ્રત કરેલ છે . પુછપરછ કરતા આરોપીએ મુદામાલ આજથી પાંચ દિવસ પહેલા વાપી જી.આઇ.ડી.સી. ૪૦ શેડ ચૌધરી કોટાની સામે આવેલ ગોડાઉનમાંથી ચોરી કરી મેળવેલાની કબુલાત આપી હતી.