પાદરા : પાદરા થી દ્વારકા પગપાળા યાત્રા સંઘ માં જાેડાયેલ પદયાત્રીઓને ઉપલેટા પાસે કાર ચાલકે અડફેટે લેતા બે મહિલાઓના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. ઉપલેટા પોલીસે ઘટના સ્થળે પહોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પાદરા થી દ્વારકા પગપાળા યાત્રા સંઘ નવો છેલ્લા કેટલાક વર્ષોથી પાદરા થી દ્વારકા પહોંચે છે દ્વારકા ખાતે દ્વારકા ધજા ચડાવી લગભગ ૨૦ થી ૨૨ દિવસ બાદ પદયાત્રીઓ પરત આવે છે અને છેલ્લા ૨૧ વર્ષથી નવો પગપાળા યાત્રા સંઘ માં મહિલાઓ સહિત આશરે ૮૧ જેટલા લોકો પાદરા થી દ્વારકા પગપાળા ગત તારીખ ૧૩/ ૧૨/ ૨૦૨૧ ના રોજ પાદરા નગરના મુખ્ય માર્ગો પર ફરી પાદરા થી દ્વારકા જવા નીકળ્યો હતો.

સંઘ પાદરાથી ઉપલેટા નજીક પહોંચ્યો હતો ત્યાં રાત્રી દ્વારકા જઈ રહેલા પદયાત્રીઓ પર કારચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર ચડાવી દેતા બે મહિલાઓ અડફેટે લીધી હતી જ્યાં બે મહિલાઓના કરૂણ મોત નિપજ્યા હતા જેમાં પાદરા થી પગપાળા જવા નીકળેલા પાદરા જ્ઞાનબાગ સોસાયટીમાં રહેતા ૧. કૈલાસબેન ભગવાનસિંહ ગોહિલ તેમજ મહલીતલાવડી પાસે ગોરીયાદ વગામાં રહેતા ૨. કૈલાસબેન ગોવિંદભાઈ ચૌહણ નું ઘટના સ્થળે મોત થયા હતા.પગપાળા યાત્રા સંઘ ધોરાજી તાલુકાના સુપેડી ગામના પહોચ્યો હતો અને ત્યાં રાતવાસો કર્યા બાદ સવારે સંઘમાં જાેડાયેલા પુરુષ તેમજ મહીલાઓ પગ યાત્રા કરતા આગળ વધ્યા હતા જે ઉપલેટા પોરબંદર હાઇવે પર મોજ નદીના કાંઠે પુલ પાસે આવેલ કારેશ્વર મહાદેવના મંદિરે પહોંચતા હાઈવે રોડ પર કાર વાહન ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આગળ જતા સઘમાં ચાલતી મહિલાઓને અડફેટે લેતા ફંગોળ્યા હતા જ્યાં બે મહિલાનું કરૂણ મોત નિપજવા પામ્યું હતું.

ઉક્ત બનાવની જાણ ઉપલેટા પોલીસ ને થતા ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદ થી પોરબંદર જઈ રહેલા કાર ચાલકની પોલીસે અટકાયત કરી હોવાની પ્રાથમિક માહિતી મળી હોવાનું જાણવા મળે છે. પોલીસે વધુ તપાસ આદરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખ નીય છેકે પગપાળા યાત્રા સંઘ માં ઘયેલ અને અકસ્માત માં મોત નીપજેલ બન્નેવ મહિલાઓ ના નામ કૈલાસબેન છે.