અમદાવાદ, રાણીપ શાકમાર્કેટ પાસે આવેલ નેમિનાથ સોસાયટીમાં વહેલી સવારે એક મકાનામાં ગેસનો બાટલો લીકેઝ થતાં બ્લાસ્ટ થયો હતો. જેના પગલે તે અને તેના પાડોશુ ઘર ધરાશાહી થઈ ગયુ હતુ. આ ઘટનામાં બે મહિલાના મોત નિપજ્યા હતા. જ્યારે ચાર લોકોને ઈજાઓ થઈ હતી. જેમાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવાનો વારો આવ્યો હતો.

રાણીપ શાકમાર્કેટ પાસે આવેલ નેમિનાથ સોસાયટીના એક મકાનમાં વહેલી સવારે ગેસનો બાટલો લીકેજ થતાં બ્લાસ્ટ થયો હતો. આગ અને બ્લાસ્ટને કારણે બે માળનું મકાન ધરાશાયી થઈ હતુ. બીજી બાજુ સોસાયટીના લોકોને ભુકંપ જેવો અહેસાસ થતા તેઓ ઘરની બહાર નીકળી ગયા ત્યારે જાેવા મળ્યુ હતુ કે ગેસનો બાટલો બ્લાસ્ટ થયો છે. જેથી ફાયરબ્રિગેડ અને રાણીપ પોલીસને ઘટનાની જાણ કરી હતી. બીજી બાજુ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને કાટમાળ નીચે દટાયેલની બહાર કાઢવાનું કામ શરૂ કર્યુ હતુ. જાે કે આ ઘટનામાં બે મહિલાઓના કાટમાંળમા દટાવવા તથા આગમાં ઈજાઓ થવાથી ઘટના સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ. જ્યારે ચાર લોકોને ઈજાઓ થવા પામી હતી જેમાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ફાયરબ્રિગેડની ટીમે એફએસએલની મદદથી આ અંગેનું કારણ તપાસ કરવાનું શરૂ કર્યુ ત્યારે પ્રાથમિક તપાસમાં એવુ સામે આવ્યુ હતુ કે, રાત્રીના સમય થી ગેસનો બાટલો લીકેજ થયો હોય અને સવારના સમયે ગેસ ચાલુ કરવામાં આવ્યો હતો જેના પગલે આગ લાગી અને બ્લાસ્ટ થયો હતો. જાે કે હજી સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા મળી રહ્યુ નથી.

ઘટનામાં બેના મોત થયા જ્યારે ચારને ઈજાઓ પહોંચી

આ ઘટનાના પગલે ૫૫ વર્ષીય નૂતનબેન રસિકભાઈ પંચાલ અને ૫૫ વર્ષીય ભાવનાબેન પટેલ નું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ. જ્યારે મયૂર પંચાલ, આશિષ પટેલ, વિષ્ણુ પટેલ અને ઈચ્છાબેન પટેલને ગંભીર ઈજાઓ થવાના પગલે સારવાર માટે હોસ્પિટલ ખસેડવાનો વારો આવ્યો હતો. જાે કે આ ઘટના બાદ આસપાસના લોકોમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો.

વિજળી પડી હોવાનું લોકોમાં અફવા વહેતી થઈ

વહેલી સવારે અચાનક ગેસનો બાટલો બ્લાસ્ટ થઈ ગયો ત્યારે એટલો મોટો અવાજ આવ્યો હતો કે, લોકો ભૂંકપ આવ્યો હોય તેવુ લાગ્યુ હતુ બીજી બાજુ ઘર ઘરાશાહી થઈ ગયુ હોવાથી લોકોમાં એવી અફવા વહેતી થઈ હતી કે, વિજળી પડી હોવાથી આ બંન્ને ઘર ઘરાશાહી થઈ ગયા છે. પરંતુ તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, વિજળી નથી પડી ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો.

પાણી ગરમ કરવા માટે ગેસ ચાલુ કર્યો હતો

આખી રાત ગેસ લીકેજ થતો હોવાનો ખ્યાલ ન આવ્યો અને વહેલી સવારે પાણી ગરમ કરવા માટે ગેસ ચાલુ કર્યો એટલામાં જ અચાનાક આગ લાગી અને એજ સમયે ગેસનો બાટલો બ્લાસ્ટ થઈ ગયો હતો. જેના પગલે આખુ ઘર ધરાશાહી થઈ ગયુ હતુ બીજુ બાજુ આ ઘટના બની ત્યારે બંન્ને ઘરના પરીવારજનો સુતા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે.