રાજકોટ, રાજકોટ અને સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે અનેક નદીઓમાં પૂર આવ્યા છે. જેમાં રાજકોટના લોધિકાની રાવકી નદીના પાણીમાં એક કાર પુલ પરથી નીચે પડ્યા બાદ પાણીમાં તણાઈ હતી. આ અંગેની માહિતી મળ્યા બાદ ગામ લોકોએ દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બે મહિલાઓને બચાવી લીધી હતી. કમનસીબે આ બનાવમાં નિવૃત બેંકકર્મીનું નિધન થયું હતું.મળતી માહિતી પ્રમાણે મંગળવારે સાંજે સાત વાગ્યાની આસપાસ લોધિકા પોલીસ સ્ટેશનની હદમાં એક કાર નદીમાં ખાબકી હોવાની માહિતી મળી હતી. આ કારમાં સવાર બે મહિલાઓને બચાવી લેવામાં આવી છે. અકસ્માતને પગલે લોકો એકઠા થઈ ગયા હતા.રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. જે બાદમાં મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. રાવકી ગામ પાસે કાર જ્યારે પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણસર તે નદીમાં ખાબકી હતી. જે બાદમાં કારમાં સવાર બે મહિલાને સ્થાનિક ગામ લોકો અને આસપાસ કામ કરતા મજૂરોએ બહાર કાઢી હતી. જાેકે, કારમાં સવાર એક પુરુષનું નિધન થયું હતું. પુલ પરથી કાર સીધી જ નદીમાં ખાબકતા કાર પાણીમાં ગરકાવ થવા લાગી હતી. જેના પગલે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જે બાદમાં ગામના લોકોએ બે મહિલાઓને બચાવી લીધી હતી. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે. એવી માહિતી મળી છે કે રાવકીથી માખવાડ જવાના રસ્તે નવા નિર્માણ પામી રહેલા એક પુલ નીચે મંગળવારે સાંજે સાત વાગ્યે કાર નદીમાં ખાબકી હતી. જેમાં નિવૃત બેન્કકર્મી લાલજીભાઈ ધેલાણીનું મૃત્યુ થયું છે. કાર નદીમાં ખાબકી હોવાની માહિતી મળતા જ ગામના સરપંચ સહિતના યુવાનોએ જીવના જાેખમે મહિલાઓનું રેસ્ક્યૂ કર્યું હતું. ગામના લોકોના દિલધડક ઑપરેશનથી બે મહિલાનો જીવ બચી જવા પામ્યો હતો. સ્થાનિક લોકો ઉપરાંત આસપાસ કોન્ટ્રાક્ટરના મજૂરો પણ બચાવ કામગીરીમાં જાેડાયા હતા.