અરવલ્લી,તા.૨૫ 

અરવલ્લી જિલ્લાના સાઠંબા પોલીસના નાક નીચેથી  એક્સપ્લોઝીવની ગેરકાયદે હેરાફેરી કરતા બે શખ્શોને એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી. શાખાની ટીમ સાઠંબા વિસ્તારમાં ચેકીંગમાં હતી .દરમિયાનમાં મળેલી બાતમીના આધારે સાઠંબા બોરડી ચોકડી નજીક વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબ મોટરસાયકલ નંબર જીજે.૭.સીસી.૫૩૦૧ સાથે પસાર થઇ રહેલા શખ્સને અટકાવી થોભાવી કરતાં તેની પાસેના થેલામાંથી જીલેટીન ટોટા નંગ.૨૦૯ કિંમત રૂપિયા ૫૦૦૦ તથા ડીટોનેટર કેપો નંગ.૨૦૦ કિંમત રૂપિયા ૩૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૮૦૦૦ના મુદ્દામાલ સાથે આરોપીઓ મહેશભાઈ ભુપતભાઈ ઝાલા અને ચંદનભાઈ રમણભાઈ ઝાલા બંને રહે. નવા લોટીયા,તા. કપડવંજ,જી.ખેડા. બંને પાસે કોઈપણ જાતના પુરાવા વગરનો એક્સપ્લોઝીવનો બિનઅધિકૃત મુદ્દામાલ હોવાથી જેઓના  વિરુદ્ધ એક્સપ્લોઝીવ એક્ટ ૧૮૮૪ ની કલમ ૯બી,( ૧) બી મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સાઠંબા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.