છોટાઉદેપુર, તા.૨૨ 

છોટાઉદેપુર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં એક વ્યક્તિએ વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ રૂ ૨ લાખની લોન માંગી હતી. એ લોનની સબસીડી મંજુર કરવા માટે અવારનવાર લાભાર્થી ધક્કા ખાયા કરતો હતો. પરંતુ લાભાર્થીની સબસીડી મંજુર થતી ન હતી. અને આ સબસીડી મંજુર કરાવવા માટે લાંચની માંગણી કરી હતી.

સદર વ્યક્તિની લોન સને ૨૦૧૯ માં મંજુર થઈ હતી છતા પણ તેની સબસીડી મળતી ન હતી. આ સંદર્ભે લોન લાભાર્થીએ છોટાઉદેપુર એ સી બી ઓફિસમાં ફરિયાદ કરી હતી. લાભાર્થીને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સુપરવાઈઝર જીતુભાઇ રમણિકભાઈ સોલંકી એ માંગેલ રૂ ૪ ૦૦૦ હજારની લાંચ એસ ટી ડેપો પાસે આપવાનું કહ્યું હતું. તેના આધારે એ સી બી પી આઈ કે કે ડીંડોર ત્યાં પોહચી ગયા હતા. અને રૂ ૪ ૦૦૦ હજારની લાંચ લેતા જીતુભાઇ રમણિકભાઈ સોલંકી ને હાથોહાથ પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં ભ્રષ્ટાચારે માઝા મુકી છે તેથી વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે લોકોને મુશ્કેલી પડી રહી છે.