દિલ્હી-

કોરોના સંક્રમણથી મચેલા હાહાકારની વચ્ચે યુનિવર્સિટી ગ્રાન્ટ્‌સ કમિશનએ અત્યારે પરીક્ષાથી જાેડાયેલો ર્નિણય યુનિવર્સિટીઓ પર છોડી દીધો છે. તેઓ સ્થાનિક પરિસ્થિતિઓને જાેતા પરીક્ષાઓ કરાવવા અથવા પછી વિદ્યાર્થીઓને સીધા પ્રમોટ કરવાનો ર્નિણય લઈ શકશે. જાે કે અત્યાર સુધી જે સ્થિતિ છે તેમાં મોટાભાગે વિશ્વવિદ્યાલયોએ અંતિમ વર્ષ છોડીને બાકીના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર જ પ્રમોટ કરવાની તૈયારી શરૂ કરી છે. આ માટે વિશ્વવિદ્યાલયોએ યૂજીસી તરફથી ગત વર્ષે પરીક્ષાઓને લઇને નક્કી કરવામાં આવેલી ગાઇડલાઇનને આધાર બનાવી છે.

યૂજીસીના સચિવ ડૉ. રજનીશ જેનના જણાવ્યા પ્રમાણે યુનિવર્સિટીઝ સ્વાયત સંસ્થા હોય છે. આવામાં તેમને પરીક્ષાઓ અને શૈક્ષણિક સત્ર વગેરેને લઇને પોતાના સ્તર પર કોઈ પણ ર્નિણય લેનવાનો સંપૂર્ણ અધિકાર છે. યૂજીસીનું કહેવું છે કે કોરોના સંક્રમણનો પ્રભાવ દેશના અલગ અલગ ભાગોમાં ઓછો અને વધારે છે. આવામાં પરીક્ષાઓને લઇને અત્યારે કોઈ સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન્સ નથી બનાવવામાં આવી. આ દરમિયાન વિશ્વવિદ્યાલયોએ સ્નાતકના પહેલા અને બીજા વર્ષના વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકન અથવા પછી ગત વર્ષના પ્રદર્શનના આધારે માર્ક્સ આપીને પ્રમોટ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. સાથે જ અંતિમ વર્ષની પરીક્ષાઓને લઇને કોઈ પણ ર્નિણય જૂનના પહેલા અઠવાડિયામાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા બાદ લેવામાં આવશે. સીબીએસઈએ વિદ્યાર્થીઓના માનસિક તણાવને જાેતા ‘સીબીએસઈ દોસ્ત ફોર લાઇફ’ એપ લોન્ચ કરી છે. આ એપના માધ્યમથી વિદ્યાર્થીઓ અને માતા-પિતાને મનોવૈજ્ઞાનિક સલાહ આપવામાં આવશે. આ એપ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે અને તેમને ૧૨ ધોરણ બાદ કેરિયર વિકલ્પ સંબધિત સલાહ પણ આપશે.