દિલ્હી-

પ્રતિબંધિત સંગઠન યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ-સ્વતંત્ર (ઉલ્ફા-સ્વ) એ જાહેર ક્ષેત્રની તેલ અને કુદરતી ગેસ નિગમ, 'ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા' અને 'ઓઇલ ઇન્ડિયા લિમિટેડ' કંપનીઓને ધમકી આપી છે. ઉલ્ફા (સ્વ) એ કહ્યુ છે કે, " બંને કંપનીઓમાં 95 ટકા રોજગારી સ્થાનિક લોકોને આપવી પડશે. તે જ સમયે, સ્થાનિક લોકો માટે ઓપરેશનલ કામગીરીની જગ્યાઓના અનામત સહિત, કુલ સાત માંગણીઓ સાથે ચેતવણી આપવામાં આવી છે." જો આમ ન થાય હોય તો, ઉલ્ફા (સ્વ) એ શસ્ત્ર સંગ્રામ ની ધમકી આપી છે.

નોંધનીય છે કે, નાગાલેન્ડ આતંકવાદી જૂથ એનએસસીએન (આઈએમ) સાથે મળીને, ઉલ્ફા (સ્વ) એ તાજેતરના સમયમાં, ખાનગી ઓઇલફિલ્ડ કંપનીના બે કર્મચારીઓ અને ઓએનજીસીના ત્રણ કર્મચારીઓનુ અપહરણ કર્યું હતુ. લગભગ ત્રણ મહિના પછી, ખાનગી ક્ષેત્રની તેલ કંપનીના બંને કર્મચારીઓને છોડી મુકવામાં આવ્યા હતા. જયારે અથડામણ બાદ સુરક્ષા દળોએ ઓએનજીસીના બે કર્મચારીઓને બચાવી લીધા હતા, જ્યારે એક કર્મચારી હજી પણ ઉલ્ફા (સ્વ) ના કબજામાં છે. આ રીતે, વહીવટ અને સુરક્ષા એજન્સીઓ ઉલ્ફા (સ્વ) ની આ ધમકીને કેવી રીતે લે છે, તે આવનારા સમયમાં જ જાણવા મળશે.