આણંદ : રાજ્યનાં પાણી પૂરવઠા, ગ્રામગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રી કુંવરજી બાવળીયાએ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ચાલી રહેલાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી નિહાળી હતી. તેઓએ કામગીરીને જાેઈને સંતોષ વ્યક્ત કર્યો હતો. મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ઉમરેઠથી વિંઝોલ જવાના રસ્તે રૂ.૧૨.૫૩ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અંગેની પાણી પૂરવઠા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી. પ્લાન્ટના નિર્માણની કામગીરીનું નિરીક્ષણ કરી સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય તે જાેવા સૂચના આપી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્લાન્ટમાં ૬.૧૦ એમએલડીની ક્ષમતાનો એસટીપી કમ્પાઉન્ડ વોલ, રાઇઝિંગ વોલ, રાઇઝિંગ મેઇન પાઇપલાઇન, એફ્લુએન્ટ ડિસ્પોઝલ પાઇપલાઇન, પંપીગ મશીનરીને કાર્યરત કરવામાં આવશે. હાલમાં આ પ્લાન્ટની કામગીરી ૨૫ ટકા જેટલી પૂ્‌ર્ણ થઈ છે અને ૨૦૨૧ સુધીમાં આ પ્લાન્ટ તૈયાર થશે.

મંત્રી કુંવરજી બાવળીયાની આ મુલાકાતમાં અધિક્ષક ઈજનેર કે.એસ.ડાંગી અને ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર વાય.એ.પંડ્યા, નાયબ પશુાલન નિયામક ડૉ. સ્નેહલ પટેલ, ઉમરેઠ પશુ દવાખાનાના પશુ ચિકિત્સક ડૉ. મહેશ રબારી, ઉમરેઠ એપીએમસીના ચેરમેન સુજલભાઈ શાહ, ઉમરેઠ નગરપાલિકાના પ્રતિનિધી પ્રકાશ પટેલ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.