રાનકુવા, તા.૧૪ 

ડાંગ જિલ્લો ભરપુર જંગલ વિસ્તાર ધરાવે છે અને ડાંગનાં જંગલ વિસ્તારમાં અનેક જાતના પ્રાણી તેમજ જીવજંતુઓની પ્રજાતિ હરતા ફરતા શિકારની શોધમાં મોડી રાત્રીના સમયે રસ્તામાં ભટકતા જોવા મળી જાય છે તથા જંગલમાંથી અનેક જાતની વન ઓષધીઓ પણ મળી રહે છે પરંતુ લાકડાં ચોરો તેમજ ઉનાળાની ઋતુ દરમ્યાન જંગલમાં આગ (દવ) લાગવાના બનાવના કારણોસર જંગલનો તથા જીવજંતુનો ધીરે ધીરે નાશ થઈ રહ્યો છે.

ઉત્તર અને દક્ષિણ ડાંગ વન વિભાગ દ્રારા જંગલનું સાચવણી કરી તેઓ તેમની ફરજ અદા કરી રહ્યા છે. પરંતુ સાથે જંગલ સાચવવા ડાંગના લોકોનો પણ સાથ સહકાર જરૂરી બને તો સર્પુણ જંગલ સચાવાય રહે તેમ છે અને જંગલમાં લુપ્ત થતા પ્રાણીઓની પ્રજાતિ તેમજ વન ઓષધી પણ ટકી રહેલી જોવા મળી શકે તેમ છે.પરંતુ ડાંગ જિલ્લાના અમુક યુવાનો દ્રારા જંગલમાં ગેરકાયદેસર પ્રવેશીને જંગલના વીડિયો બનાવી અને વિડીયો યુ-ટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી શેર કરતા હોય છે તેવોજ એક વિડીયો યુ-ટ્યુબ ચેનલ પર વાયરલ થયેલ છે. વાયરલ થયેલ વિડીયોમાં પાંચ યુવાનો જંગલમાં ભટકતા નજરે પડી રહ્યા છે. તેમાંથી એક યુવાન વિમલ ગુટખા ખાતો નજરે પડી રહ્યો છે. તે વિમલ ગુટકાનું ખાલી પ્લાસ્ટિક જંગલમાં જ ફેકી દેતો હોય છે. બીજો યુવાન હાથમાં ઈગ્લીંસ દારુની બોટલ લઈને નજરે પડી રહ્યો છે. જો કે જંગલ વિસ્તારમાં કોઈ પણ જાતનાં પ્લાસ્ટિક કે અન્ય કચરો ફેકવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ યુવાનો દ્રારા તેમનાં હાથમાં જોવા મળેલ વિમલ પાનમસાલાના ગુટકાનું અને ઈગ્લીંશ દારુની બોટલનો કચરો તેઓ દ્રારા જંગલમાં જ ફેકી દેવામાં આવ્યો છે.