બાલાસિનોર, તા.૧૬ 

બાલાસિનોર તાલુકા પ્રાથમિક શિક્ષક ધીરાણ મંડળીના ચેરમેન અને અન્ય હોદ્દેદારોની મુદત પૂર્ણ થતાં મંડળીમાં નવા હોદ્દેદારોની વરણી માટે બાલાસિનોરની મોજીલા વિદ્યામંદિર પ્રાથમિક શાળાના પટાંગણમાં ચૂંટણી યોજાઈ હતી. ચેરમેન તરીકે નિમેષભાઈ સેવક, વાઇસ ચેરમેન નરવતસિંહ રાઠોડ, ચેક પર સહી કરવાના અધિકાર તરીકે રાજેન્દ્રભાઈ જાેશી તથા મત આપવાનો અધિકાર તરીકે જગદીશભાઈ પટેલ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. જાેકે, હરિફમાં કોઈ ઉમેદવારે ઉમેદવારી ન નોંધાવતા તમામને બિનહરિફ જાહેર કરવામાં આવ્યા હતાં. ચેરમેન તરીકે ચૂંટાઇ આવેલાં નિમેષભાઈ સેવક મહિસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી તરીકે પણ હાલ સેવાઓ બજાવી રહ્યાં છે.