અમદાવાદ-

શહેરમાં રામોલ પોલીસે સસ્તામાં સોનાની લાલચ આપી લોકો લૂંટતી નકલી પોલીસની ગેંગને ઝડપી પાડી છે . જેમાં પતિ પોલીસ ઇન્સ્પેકટર બનતો અને પત્ની મહિલા પોલીસ અધિકારી બનીને દમ મારીનેે લૂંટ ચલાવતા હતા . પોલીસેે પતિ - પત્ની સહિત સાત વ્યક્તિની ધરપકડ કરી છે . પોલીસ તપાસમાં આ ટોળકીએ ગુજરાતમા કુલ 35 ગુના આચરીને રૂા . 1.30 કરોડની લૂંટ કરી હોવાનું બહાર આવ્યું છે .

રામોલ પોલીસે ચેોકકસ બાતમી આધારે ગઇકાલે મધરાતે ન્યુ મણીનગર ચાર રસ્તા પાસે શંકાસ્પદ કારને રોકી હતી જેમાં સવાર કારના ડ્રાઇવરે પોતાની ઓળખ અમરાઇવાડી પીએસઆઇ હોવાની આપી હતી જેથી પોલીસે આઇકાર્ડ માંગતા તેણે નકલી આઇકાર્ડ પણ બતાવ્યું હતું . 

તપાસ કરતાં આઇ કાર્ડ બનાવટી કાર્ડ હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે કારમાં સવાર સાત લોકોને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી . પોલીસ પૂછપરછમાં આ ટોળકી નકલી પોલીસ બનીને લોકોને લૂંટતી હોવાની કબૂલાત કરતાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.