ન્યુ દિલ્હી,તા.૬

પાકિસ્તાનમાં છુપાયેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનું કોરોના વાયરસથી મોતની અટકળો છે. જા કે તેની કોઇ સત્તાવાર પુષ્ટિ થઇ શકી નથી. આપને જણાવી દઇએ કે ઇન્ટેલિજન્સ એજન્સીઓના હવાલાથી રિપોર્ટ આવ્યો હતો કે દાઉદ અને તેની પત્ની કોરોના પોઝિટિવ છે. રિપોર્ટસના મતે દાઉદ અને તેની પત્ની કરાચીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. દાઉદના પર્સનલ સ્ટાફને ગાર્ડસને પણ ક્વારેન્ટાઇન કરાયા છે. 

જા કે દાઉદ ઇબ્રાહીમના કોરોના સંક્રમિત હોવાના રિપોર્ટસને તેના ભાઇ અનીસ ઇબ્રાહીમે નકારી દીધો છે. અનીસે દાવો કર્યો કે ભાઇ સહિત પરિવારના તમામ સભ્ય સ્વસ્થ છે. કોઇપણ હોસ્પિટલમાં દાખલ નથી. અનીસ ઇબ્રાહીમ જ દાઉદની ડી-કંપની ચલાવે છે. અનીસ યુએઇની લક્ઝરી હોટલ અને પાકિસ્તાનમાં મોટા કંસ્ટ્રકશન પ્રોજેક્ટ સિવાય ટ્રાન્સપોર્ટનો બિઝનેસ પણ ચલાવી રહ્યો છે.દાઉદ ઇબ્રાહીમ ૧૯૯૩મા થયેલા બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ હતો. આ આતંકી ઘટનામાં ૧૩ બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેમાં ૩૫૦ લોકોના મોત થયા હતા અને ૧૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ૨૦૦૩મા ભારત સરકારે દાઉદને ટેરરિસ્ટ જાહેર કરી દીધો હતો.