મુંબઇ-

દેશનો બેરોજગારીનો દર પાંચ અઠવાડિયાની ટોચ પર પહોંચી ગયો છે. લોકડાઉનમાં વિક્રમી સપાટીએ પહોંચ્યા પછી અર્થતંત્ર અનલોક થયું ત્યારે બેકારીનો દર ઘટ્યો હતો, પરંતુ હવે તે ફરી વધ્યો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી અનુસાર 9 ઓગસ્ટના રોજ પૂરા થતાં સપ્તાહમાં બેરોજગારીનો દર 8.67 ટકા પર પહોંચી ગયો છે.

જુલાઈ 12 પછીનો આ સૌથી બેરોજગારીનો દર છે. આ પહેલા 2 ઓગસ્ટના અઠવાડિયામાં બેરોજગારીનો દર 7.19 ટકા હતો. હાલમાં, હવે ગામડાઓમાં વાવણીની મોસમ સમાપ્ત થઈ ગઈ છે. મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો વાવણીના કામમાં રોકાયેલા હતા, પરંતુ હવે તે ખાલી થઈ ગયા છે. આ ઉપરાંત ચોમાસાના વરસાદના વધારાને કારણે ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિને કારણે રોજગાર પણ ઘટ્યો છે.

જુલાઇ મહિનાનો એકંદરે બેરોજગારીનો દર પણ 7.43 ટકા હતો. એટલે કે, ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં બેકારી આ સરેરાશથી વધી ગઈ છે. એક  અહેવાલ મુજબ, ઓગસ્ટ ના અઠવાડિયામાં, ગ્રામીણ બેરોજગારી દર 2 ટકા વધીને આઠ અઠવાડિયાની ઉંચી સપાટીએ 8.37  ટકા હતો. તેના છેલ્લા અઠવાડિયામાં, ગ્રામીણ બેરોજગારી માત્ર 6.47 ટકા હતી. જૂન 14 ના પહેલા જ સપ્તાહમાં ગ્રામીણ બેરોજગારીમાં 10.96 ટકાનો વધારો થયો હતો.

એ જ રીતે, શહેરી બેરોજગારીનો દર પણ 9 ઓગસ્ટના સપ્તાહમાં ફરીથી 9.31 ટકા થયો. પાછલા અઠવાડિયામાં શહેરી બેરોજગારી 8.73 ટકા હતી. જુલાઈ મહિના દરમિયાન શહેરી બેરોજગારીનો દર 9.15 ટકા હતો.અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાંતો કહે છે કે હવે પરપ્રાંતિય મજૂરો ગામડાથી શહેરોમાં પાછા ફરી રહ્યા છે, કારણ કે હવે ગામડાઓમાં ખેતી વગેરેમાં ઘણી તકોનો અભાવ છે. બીજી બાજુ, શહેરોમાં બાંધકામ, કાપડ ક્ષેત્ર વગેરે પ્રવૃત્તિઓમાં વધારો શરૂ થયો છે.