વડોદરા, તા. ૧૭ 

સોમવારે રાત્રે લદાખમાં ચીન અને ભારતીય સૈન્યબળો વચ્ચે થયેલ હિંસક અથડામણમાં ભારતીય સેનાનાં ૨૦ જવાનો શહીદ થયા છે. જેના પગલે એબીવીપી દ્વારા આજે મ.સ.યુનિવર્સીટીની હેડ ઓફિસ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને ચાઈનીઝ પ્રોડક્ટ્‌સના બેનર સળગાવીને તેમનો બહિષ્કાર કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

લદાખની ગાલવાન ઘાટીમાં સોમવારે રાત્રે ભારતીય અને ચીની સૈન્યબળો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. જેમાં ભારતીય સેનાનાં ૨૦ જવાનો શહીદ થતા દેશભરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ સાથે ચીનને પાઠ ભણાવવા માટે ચાઈનીઝ પ્રોડક્ટ્‌સને બોયકોટ કરવા માટે પણ ઘણાબધા લોકો અને સંગઠનો આગળ આવી રહ્યા છે. આ વચ્ચે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની હેડ ઓફિસ ખાતે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ચાઈનીઝ પ્રોડક્ટ્‌સની કંપનીઓનું બેનર સળગાવીને તેને બોયકોટ કરવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

આભાર - નિહારીકા રવિયા