અમદાવાદ-

અમદાવાદીઓને ટ્રાફીકની સમસ્યાથી જલ્દીથીજ છુટકારો મળશે, આજે સાણંદ સર્કલ અને સિંધુ ભવન પાસે બનાવાયેલા બે ફ્લાય ઓવરને ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ખુલ્લા મુકવામાં આવશે. બંને ફ્લાય ઓવર પાછળ ૭૧ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જો કે વર્ચ્યુઅલી આનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી અમદાવાદમાં નિર્માણ પામેલા રૂ.71 કરોડના ખર્ચે બનેલા બે ફ્લાય ઓવરનું 30મી નવેમ્બરના રોજ સવારે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આ પ્રસંગે મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, શહેરનાં મેયર બિજલબેન પટેલ સાસંદ સભ્યો, ધારાસભ્યઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નેશનલ હાઇવે 147 પર સરખેજ - ગાંધીનગર - ચિલોડાના કુલ 44 કિ.મી.ના માર્ગને 4 લેનમાંથી 6 લેનમા રૂપાંતરિત કરવાના તથા આ માર્ગ પર આવતા ચાર રસ્તાઓ પર અગિયાર જેટલા ફ્લાય ઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. તદનુસાર 245 મીટરની કુલ લંબાઈનો સિંઘુભવન ચાર રસ્તા ફ્લાય ઓવર રૂ. 35 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. તેમજ સાણંદ જંકસન ફ્લાય ઓવર બ્રિજ પણ 240 મીટરની કુલ લંબાઇ સાથે રૂ. 36 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. એટલે બે ફ્લાયઓવરનો કુલ ખર્ચ 71 કરોડ રૂપિયાનો થયો છે. નોંધનીય છે કે, પકવાન ચાર રસ્તાનો ફ્લાયઓવર અંડરપાસથી ઓવરબ્રિજને કનેક્ટ કરતો પહેલો બ્રિજ છે.