દિલ્હી-

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નીતિન ગડકરીએ ટ્વિટ કરીન આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગઈકાલે હું કમજોર મહેસૂસ કરતો હતો અને પોતાના ડોક્ટર પાસે ટ્રિટમેન્ટ કરાવી. જોકે તે સમયે Covid 19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હું જાતે જ આઈસોલેટ થયો છું. નીતિન ગડકરીએ અન્ય એક ટ્વિટમાં કહ્યું કે હું પોતાના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિને સાવધાન રહેવા અને પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરું છું.