અમદાવાદ-

શહેરમાં ટ્રાફિકના નિયમોનું કડક રીતે પાલન કરાવવાં માટે અમદાવાદ પોલીસ તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ત્યારે આજથી પાંચ દિવસ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરીજનોમાં ટ્રાફિકના નિયમોને લઇને જાગૃત્તા આવે તે માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જેમાં આજથી પાંચ દિવસ ટ્રાફિક પોલીસ દંડ વસુલવામાં નહિ આવે પણ ટ્રાફિક ભંગ કરનારા એક ફૂલ આપી સન્માન કરવામાં આવશે સાથે જ પોલીસ વાહન ચાલકો સમજાવશે કે ટ્રાફિકનું પાલન કરો. અમદાવાદ માં અલગ અલગ ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ ભંગ કરનાર વાહન ચાલકો પકડીને ફૂલ આપી રહ્યા છે સાથે જ માસ્ક ન પહેરનાર માસ્ક આપી રહ્યા છે એટલે પાંચ દિવસ સુધી પોલીસ કોઈ પ્રકાર દંડ નહિ વસુલે પણ લોકોએ તહેવાર દિવસે ટ્રાફિક પાલન અને કોરોનાની ગાઈડ લાઇન પાલન કરવું ખૂબ જરૂરી છે. વાત કાંઈ એમ છે કે થોડા દિવસ પહેલા અધિકારીઓની એક મિટિંગ યોજાઈ હતી અને જેમાં નક્કી કરવા માં આવ્યું હતું કે આ રીતે એક નવતર પ્રયોગ કરવાનો છે અને જેને લઈ આ કાર્યવાહી શરૂ કરવા માં આવી છે.