વડોદરા. ૨૦૨૦નું વર્ષ માત્ર ભારત નહિ પરંતુ વિશ્વ માટે એક સીમાચિહ્નરૂપ રહ્યું છે. જે હાલ તેની સારી અને ખરાબ યાદો મૂકી અને વિદાય લઈ રહ્યું છે, ત્યારે સહજ રંગોળી ગ્રૂપ દ્વારા વિદાય લઈ રહેલા વર્ષની યાદોને પોતાની રંગોળીઓમાં સજાવી અને ઓનલાઈન પ્રદર્શનનું આયોજન કર્યંુ છે. સહજ રંગોળી ગ્રૂપના કુલ ૧૯ કલાકારો દ્વારા ૨૨ રંગોળીનું આયોજન કરાયુ છે, જેમાં ૨૦૨૦ની અમુક યાદોને સમાવવાનો પ્રયાસ કરાયો છે. જેમ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા એમના ૨૦૨૦ વર્ષના કાર્યો, રાષ્ટ્રપતિ સ્વ. પ્રણવ મુખર્જી, સુષમા સ્વરાજ, ેંજીછ ૧જં ઙ્મટ્ઠઙ્ઘઅ વાઇસ પ્રેસિડેન્ટ, પં. જસરાજજી, ઈરફાન ખાન, સરોજ ખાન, એસ.પી.બાલાસુબ્રમણ્યમ, સોનુ સૂદ, ધર્મપલ ગુલાટી, મારાડોના, ઓસ્ટ્રેલિયન ફાયાર જેવા વિષયો સમાવવાની કોશિશ કરી છે. આ પ્રદર્શનને સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક, વોટ્‌સએપ, ટ્‌વીટર યૂ-ટ્યૂબ પર જટ્ઠરટ્ઠદ્ઘટ્ઠિહર્ખ્તઙ્મૈખ્તિર્ેॅના પેજ તેમજ ચેનલ ઉપર ઓનલાઇન ખૂલ્લું મુકવામાં આવ્યું હતું.