સુરત

શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ પર ઉતરી આવ્યા છે.સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ વિરૂદ્ધ મોરચો માંડ્યો છે.આ પહેલા પણ  આમ આદમી પાર્ટી દ્વારા ખાડી સફાઈ માટે અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કંઇ પરિણામ જોવા ન મળતા લોકો વિરોધ પર ઉતરી આવ્યા છે.



અધિકારીઓએ વાતને કાને ન ધરતા આજે આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષ નેતા, 27 કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ ખાડી સફાઈ કરવા

ખાડીમાં ઉતર્યા હતા અને અનોખો વિરોધ દર્શાવ્યો હતો.


ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી પુણા વિસ્તારમાં આવેલી ખાડીને સાફ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સંકલન બેઠકમાં પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ કામગીરી થઇ નથી. આખરે આમ આદમી પાર્ટીએ કમિશનર અને મેયરને રજૂઆત કરી હતી કે, જો તમે આ પ્રકારે સફાઇની કામગીરી નહીં કરો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સહિત આપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ સવારથી જ ખાડી સાફ કરવાની શરૂઆત કરી હતી.