રાજપીપલા, તા.૧૩ 

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં સૌથી વધુ -૨૧૮ મિ.મિ. અને સાગબારા તાલુકામાં સૌથી ઓછો -૧૨૦ મિ.મિ વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના નાંદોદ તાલુકામાં-૧૦૮ મિ.મિ., તિલકવાડા તાલુકામાં-૧૦૨ મિ.મિ., ગરૂડેશ્વર તાલુકામાં-૮૭ મિ.મિ. જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૧૯.૯૬ મીટર, કરજણ ડેમ-૧૦૫.૦૫ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૨.૪૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૩.૮૦ મીટરની સપાટી રહેવા પામી છે.

વરસાદ પડતા કરજણ ડેમ માં પાણી ના નવા નીર આવવાથી હાલ ડેમ ની સપાટી ૧૦૫. મીટર પર પહોંચતા ડેમમાં પાણી ની આવક દેખાઈ રહી છે હાલ આ કરજણ બંધ માં ૧૪૦૦૦ ક્યુસેક જેટલી પાણી ની આવક છે. આજે આ ડેમ નું રુલ લેવલ ૧૦૮.૬૯ મીટર છે એટલેકે રુલ લેવલ થી આ બંધ માત્ર ૨.૫ મીટર જ દૂર છે ત્યારે આ ડેમ ૫૫ ટકા ભરાયો છે એમ કહી શકાય આ ડેમ નું આજ નું લાઈવ સ્ટોરેજ ૨૬૨.૭૩ મિલિયન કયુબિક મીટર છે.