સુરત-

હવામાન વિભાગની આગાહી વચ્ચે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ ૩૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારી જિલ્લાના જલાલપોર અને સુરતમાં ૪ ઈંચથી વધુ વરસાદ ખાબક્્યો છે. દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ ૩૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારી જિલ્લાના જલાલપોર અને સુરતમાં ૪ ઈંચથી વધુ વરસાદ ખાબક્્યો છે. નવસારી સિટીમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ચાર તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ પડ્યો છે. 

મધ્યમથી ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે સવારે ૬થી ૮ વચ્ચે ઉમરગામ તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્્યો છે. જેને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય ગયા છે. વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે તમામ ૬ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં સવારે ૬થી ૮ વચ્ચે બે કલાકમાં ઉમરગામમાં દોઢ ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્્યો છે. જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. ઉમરગામમાં દોઢ ઈંચ વરસાદના પગલે ગાંધીવાડી પાવર હાઉસના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેથી નીચાણવાળા વિસ્તારના લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.