હાલોલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંપન્ન થયા બાદ હાલોલ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી યોજાય હતી જે અંતર્ગત પ્રમુખ તેમજ ઉપપ્રમુખ ની ઉમેદવારીના માત્ર એક એક દાવેદારોએ ઉમેદવારી નોંધાવતા પ્રમુખ તેમજ ઉપપ્રમુખની બિન હરીફ જાહેરાત કરવામાં આવી હતી હાલોલ તાલુકા પંચાયત ખાતે ૨૪ બેઠકોની ચૂંટણી યોજાઈ હતી જેમાં કંજરી ની એક બેઠક ખાતે ભાજપા ના ઉમેદવાર બિન હરીફ ચૂંટાઈ આવ્યા હતા જ્યારે ૨૩ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી જેના પરિણામો આવ્યા બાદ ૨૨ બેઠકો પર ભાજપા એ કબ્જાે કર્યો હતો જ્યારે એક બેઠક કોંગ્રેસ ના ખાતે ગઈ હતી ચૂંટણી પરિણામો આવ્યા બાદ તાલુકા પંચાયતના ચાવીરૂપ હોદ્દાઓની ચૂંટણી ગુરૂવારના રોજ યોજવામાં આવી હતી જેમા સતાધારી ભાજપા દ્વારા આગામી અઢી વર્ષ દરમિયાન પ્રમુખ માટે મહેન્દ્રસિંહ દલપત સિંહ ચાવડા તેમજ ઉપપ્રમુખ માટે સંગીતાબેન ગોપાલભાઈ બારીયા નો મેન્ડેટ આપવામાં આવતા આ બંને પ્રમુખ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે આગામી અઢી વર્ષ માટે હાલોલ તાલુકા પંચાયતના અન્ય ત્રણ મહત્વના હોદ્દાઓ ના ભાજપા દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં કારોબારી અધ્યક્ષ તરીકે રમેશભાઈ બકોરભાઈ પરમાર તેમજ પક્ષના નેતા તરીકે કનુભાઈ ધુળાભાઈ રાઠોડ તેમજ દંડક તરીકે અશોકભાઈ ગોવિંદભાઈ બારીયા નો પક્ષ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો હતો.