રાજકોટ-

ગુજરાત રાજ્યમાં આજરોજ 6 મહાનગર પાલિકા માટે ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ભાજપ કોંગ્રેસ સહિતના 6 મહાનગર પાલિકા વિસ્તારના નેતાઓએ મતદાન કર્યું છે. ત્યારે રાજ્યસભાના બિનહરીફ ઉમેદવાર રામભાઈ મોકરિયાએ પણ રાજકોટ સાથે સહપરિવાર મતદાન કર્યું છે. રામભાઇ મોકરિયાએ વોર્ડ નંબર 7માં મતદાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં રાજ્યસભાની બેઠક માટે આગામી ૧લિ માર્ચના રોજ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં રામભાઈ મોકરિયા બિનહરીફ ઉમેદવાર બન્યા છે. રાજકોટથી ભાજપના રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ અને કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ ભાઈ પટેલ નું કોરોનાથી નિધન થતા આ બન્ને બેઠક ખાલી પડી હતી.

છ મનપાની ચૂંટણીનું મતદાન યથાવત, બપોરે 1 વાગ્યા સુધી સરેરાશ 22 ટકા મતદાન

અમદાવાદમાં સરેરાશ 21 ટકા મતદાન

રાજકોટમાં સરેરાશ 20 ટકા મતદાન

સુરતમાં સરેરાશ 20 ટકા મતદાન

વડોદરામાં સરેરાશ 22 ટકા મતદાન

જામનગરમાં સરેરાશ 22 ટકા મતદાન

ભાવનગરમાં સરેરાશ 22 ટકા મતદાન