અમદાવાદ, હની ટ્રેપના કિસ્સામાં ત્રણ આરોપીઓની ધરપકડ કર્યા બાદ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ ગીતા પઠાણનું નામ સામે આવતા ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. બીજી બાજુ મોડી રાત્રીના સમયે ગીતા પઠાણે સેનિટાઈઝર પી લીધુ હતુ. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કયાં કારણોસર ગીતા પઠાણે સેનિટાઈઝર પીધુ તે હજી અંક બંધ છે. હની ટ્રેપના કેશમાં અમદાવાદના વેપારીઓને ટાર્ગેટ કરી મિત્રતા કેળવીને પૈસા પડાવતી ગેંગના આરોપીની ધરપકડ કર્યા બાગ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ ગીતા પઠાણનું નામ સામે આવતા ક્રાઈમબ્રાંચે ગુરુવારના રોજ ગીતા પઠાણની ધરપકડ કરી હતી. જેમાં પુછપરછમાં એવુ પણ સામે આવ્યુ હતુ કે, આ ગેંગના લોકો વેપારીને ફસાવીને તેના વિરુદ્ધમાં પોક્સો અને બળાત્કારની અરજી કરતા જેથી ગીતા પઠાણ વેપારીને પોલીસ સ્ટેશન બોલાવતા અને બાદમાં સમાધાન પેટે તોડ કરતા હતા. જાે કે ધરપકડ બાદ ગીતા પઠાણની પુછપરછ હાથધરવામાં આવી હતી. મોડી રાત્રીના સમયે ગીતા પઠાણે સેનિટાઈઝર પી લીધુ હતુ. જાે કે આ અંગે જાણ થતા ગીતા પઠાણને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. ગીતા પઠાણ પોલીસ તપાસમાં યોગ્ય સહકાર આપી રહ્યા ન હતા અને પુછપરછ દરિયાન પણ જવાબ આડાટેડા આપી રહ્યા હતા.