પીલીભીત-
ઉત્તર પ્રદેશના પીલીભીત ખાતે આવેલા મેથી સૈદુલ્લાગંજ ગામનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ ગામના કેટલાક લોકોએ એક વાંદરાને પકડીને પહેલા તેને ખૂબ જ માર માર્યો હતો અને ત્યાર બાદ તેના પર કાળો રંગ રેડ્યો હતો. વાંદરા સાથે આચરવામાં આવેલી આ ક્રૂરતાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વાંદરાને દોરી વડે બાંધવામાં આવેલો અને તેનું ગળું દબાવવામાં આવેલું. તે ભાગવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો પણ ભાગી નહોતો શકતો. લોકો તેને સતત હેરાન કરી રહ્યા હતા અને મોટે મોટેથી હસી રહ્યા હતા. તેઓ વાંદરા પર કાળો રંગ પણ લગાવી રહ્યા હતા. જાે કે તે સમયે વાંદરો કોઈ રીતે પોતાનો જીવ બચાવીને ભાગી જાય છે.
આ વીડિયો બે કે ત્રણ સપ્તાહ પહેલાનો હોવાનું માનવામાં આવે છે અને તપાસ દરમિયાન તે ૧૩ જુલાઈનો હોવાનું સામે આવ્યું હતું. વીડિયો વાયરલ થયા બાદ સત્તાધીશો હરકતમાં આવી ગયા હતા અને આરોપીઓની ધરપકડ કરી હતી. નિયમાનુસાર આ કેસમાં છ ગ્રામીણોને ૬૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વાંદરા સાથે જે ક્રૂરતા આચરવામાં આવી તેને લઈ લોકોમાં ખૂબ જ રોષ જણાઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં આવા અસામાજીક તત્વો વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાની માંગ પણ થઈ રહી છે. ડીએફઓ સંજીવ કુમારના કહેવા પ્રમાણે આવી કોઈ પણ ગતિવિધિ વિરૂદ્ધ પ્રશાસન ખૂબ જ આકરી કાર્યવાહી કરશે અને દોષિતોને કોઈ કાળે છોડવામાં નહીં આવે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments