અમદાવાદ-

દેશભરમાં UPSCની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પણ પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે રાજ્યના અમદાવાદ શહેર ખાતે આશરે 4 હજાર 400 જેટલા ઉમેદવાર પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે બીજી તરફ ઘાતક કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી પરીક્ષા કેન્દ્ર પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધપાત્ર છે કે દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે બીજી.તરફ તમામ તકેદારીઓને ધ્યાનમાં રાખીને પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં 14 સેન્ટર પર પરીક્ષા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે યુપીએસસીના ત્રણ પેપરનું આયોજન કરાયુ છે. તો વળી ઉમેદવારોને સોશિયલ ડિસ્ટંસ અને માસ્ક સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.