વોશ્ગિટંન-

અમેરિકાની ચૂંટણીના પરિણામને લઈને અનિશ્ચિતતા પ્રવર્તી રહી હોવા છતાં પણ અમેરિકાના સંપત્તિવાનોની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. સિલિકોન વેલીના ટેક બિલિયોનરોએ માટે આ અત્યંત રસાકસીવાળી ચૂંટણી જાેઈ રહ્યા છે. આ ચૂંટણીમાં ભલે ગમે તે જીતે પરંતુ અમેરિકાના 167 અબજપતિઓ માટે બુધવારનો દિવસ શુકનવંતો રહ્યો હતો. આ દિવસે અમેરિકાના 167 અબજપતિઓની સંપત્તિ 57.4 અબજ ડોલર વધી હતી. છેલ્લા પાંચ મહિના દરમિયાન જાેવા મળેલી મોટી રેલીના લીધે આ શક્ય  બન્યું હતું.

એમેઝોનના જેફ બેઝોસની સંપત્તિ 10.5 અબજ ડોલર વધી હતી, જ્યારે ફેસબૂકના ઝુકરબર્ગની સંપત્તિ ૮.૧ અબજ ડોલર વધી હતી. આમ ટ્રમ્પ અમેરિકાના અબજપતિઓને બધી રીતે ફળ્યા છે. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં ઇક્વિટી માર્કેટમાં નોંધપાત્ર ઉછાળા અને જંગી કર કપાતના લીધે જેફ બેઝોસ અને માર્ક ઝુકરબર્ગ બંનેની સંપત્તિ વધી હતી. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ મુજબ અમેરિકનોની નેટવર્ઠ ૨૦૧૬ના રોજ 1.8 લાખ કરોડ ડોલર હતી જે ઓક્ટોબરના અંતે 2.8 લાખ કરોડ ડોલર હતી.

ઉબેરના સહસ્થાપક ગેરેટ કેમ્પની સંપત્તિ એક જ દિવસમાં 35 કરોડ ડોલર વધી 3.4 અબજ ડોલર થઈ હતી. બ્લૂમબર્ગ ઇન્ડેક્સમાં વિશ્વના 500 સૌથી સમૃદ્ધ વ્યક્તિઓમાં સ્થાન પામનારા આ એકમાત્ર એક્ઝિક્યુ ટિવ છે. રાઇડ હેઇલિંગ અને ફૂડ ડિલિવરી કંપનીઓએ પ્રમુખપદની ચૂંટણીના પ્રચાર અભિયાનમાં વિક્રમજનક 20 કરોડ ડોલર ઠાલવ્યા હતા. ઉબેર અને લિફ્ટ જેવી કંપનીઓ વર્ષે કર્મચારી ખર્ચ પેટે જ દસ કરોડ ડોલર બચાવી લેવાની હોવાથી તેમને આ ખર્ચ લેખે લાગ્યો હોવાનો અંદાજ છે.