કાબુલ-

તાલિબાને પાકિસ્તાન સાથેની તેમની નિકટતાને કબૂલ કરી છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે પાકિસ્તાની એક ચેનલ છઇરૂ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન સંગઠન (તાલિબાન) માટે એ બીજા ઘર જેવું છે. ઝબીઉલ્લાહે એમ પણ કહ્યું હતું કે અફઘાનિસ્તાન પાકિસ્તાન સાથે તેની સરહદ જાેડાયેલી છે અને બંને દેશોના લોકો ધાર્મિક આધાર પર પણ એકબીજા સાથે હળી-મળી ગયા છે. તેથી જ અમે પાકિસ્તાન સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા માગીએ છીએ. ઝબીઉલ્લાહે ભારત સાથે સારા સંબંધોની વાત પણ કરી છે. તેમણે કહ્યું હતું કે અમારી એક જ ઈચ્છા છે કે ભારતે અફઘાનનાં હિતો અનુસાર પોતાની નીતિઓ નક્કી કરવી જાેઈએ.

તાલિબાન પ્રવક્તાએ ભારતને કાશ્મીર પર સકારાત્મક વલણ અપનાવવાની સલાહ પણ આપી હતી. બંને દેશોનાં હિતો એકબીજા સાથે સંબંધિત છે, તેથી દરેક વિવાદાસ્પદ મુદ્દાને સાથે બેસીને ઉકેલવા જાેઈએ. અફઘાનિસ્તાનમાં પંજશીર સિવાય તમામ વિસ્તારો તાલિબાનના કબજામાં છે. પંજશીરમાં અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહના નેતૃત્વમાં નોર્થર્ન અલાયન્સના લડવૈયાઓ તાલિબાન સામે યુદ્ધ લડી રહ્યા છે. આ દરમિયાન અહેવાલ છે કે પરવાન પ્રાંતની રાજધાની ચારીકારમાં તાલિબાન અને પંજશીરના પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત થઈ છે. આ દરમિયાન બંને પક્ષો એકબીજા પર હુમલો ન કરવા સંમત થયા છે.બે ફિયાદીન હુમલા-ત્રણ બોમ્બ-બ્લાસ્ટથી ધ્રૂજી ગયેલા કાબુલ એરપોર્ટ પર વધુ આતંકવાદી હુમલા થઈ શકે છે. અમેરિકન બ્રોડકાસ્ટ કંપની મુજબ એરપોર્ટના નોર્થ ગેટ પર કાર બોમ્બ-બ્લાસ્ટ થવાનું જાેખમ છે. એવામાં કાબુલ સ્થિત અમેરિકી દૂતાવાસ નવું એલર્ટ જાહેર કર્યું છે, સાથે અમેરિકાએ કહ્યું હતું કે તે કાબુલમાંથી લોકોને બહાર કાઢવાનો સિલસિલો ચાલુ રાખશે. અમેરિકન પ્રમુખ જાે બાઇડનને હુમલાખોરોને કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે તેઓ આતંકીઓને શોધી શોધીને ઠાર મારશે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં હામિદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટની સામે જ ગુરુવારે સાંજે બે ફિદાયીન હુમલા થયા હતા. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, આ હુમલામાં ૮૦ લોકો માર્યા ગયા છે અને ૨૦૦થી વધુ ઘાયલ થયા છે. મૃતકોમાં ૧૨ યુએસ મરીન કમાન્ડો પણ સામેલ છે, જ્યારે ૧૫ ઘાયલ થયા છે. આતંકી સંગઠનના ખુરાસાન ગ્રુપે આ હુમલાની જવાબદાર લીધી છે. ફિદાયીન હુમલા બાદ કાબુલ એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટ ઓપરેશન સ્થગિત કરવામાં આવ્યાં છે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને કાબુલ એરપોર્ટ પર હુમલાની નિંદા કરતાં કહ્યું હતું કે અમેરિકન સૈનિકોનાં મૃત્યુ ખૂબ જ દુઃખદ છે, અન્ય લોકોના જીવ બચાવવામાં અમેરિકન સૈનિકોનું બલિદાન અમે ક્યારેય નહીં ભૂલી શકીએ અને હુમલાખોરોને માફ નહીં કરીએ. અમે આતંકવાદીઓને પકડી પકડીને મારીશું, સૈનિકોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે. અમે અમેરિકન નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢીશું અને અફઘાન સાથીઓને પણ બહાર કાઢીશું. અમારું મિશન ચાલુ જ રહેશે અને જરૂર પડ્યે અમે વધારાના સૈનિકો પણ મોકલીશું. કાબુલ એરપોર્ટ પર હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી સિનેટર અને પૂર્વ પ્રવક્તા ડેન ક્રેનશોએ પ્રેસિડન્ટ બાઈડન પર નિશાના સાધ્યું છે. તેમણે કહ્યું- મિસ્ટર પ્રેસિડન્ટ અત્યારે આ મામલાને સંભાળો, જેને તમે જ ઊભો કર્યો છે. એનાથી ભાગવાના પ્રયાસો ન કરો. તમારા હાથ લોહીથી રંગાયેલા છે. આ યુદ્ધનો અંત છે એવું વિચારવાની ભૂલ ન કરો. તમે દુશ્મનને બીજી ફાયદાકારક તક આપી છે.