લખનૌ-

ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર માન્યતા પ્રાપ્ત પત્રકારોને આરોગ્ય વીમો આપવા જઈ રહી છે. સરકારે માન્યતાપ્રાપ્ત પત્રકારો માટે 1 લાખ રૂપિયાના આરોગ્ય વીમાની જાહેરાત કરી છે. આ ઉપરાંત કોરોનાના અવસાન પર  સરકારી માન્યતા ધરાવનાર પત્રકારોના પરિવારને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે યુપીમાં માન્યતાપ્રાપ્ત પત્રકારોને 5 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો આપવામાં આવશે. યુપી સરકાર આ વીમાની રકમ આપશે. આ સિવાય જો કોઇ માન્યતા પામેલા પત્રકારનું કોરોનાથી મોત થાય છે, તો સરકાર દ્વારા તેના પરિવારને દસ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

ઉત્તર પ્રદેશ માટે કોરોના વાયરસ જેવા રોગચાળા સામે લડતા રાહતના સમાચાર છે. જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ સરેરાશ 6-7 હજાર નવા કેસ નોંધાયા છે, બુધવારે ચોવીસ કલાક દરમિયાન માત્ર  4674 નવા દર્દીઓ મળી આવ્યા છે. મૃત્યુઆંક પણ ઓછો રહ્યો છે અને 67 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાક દરમિયાન 4922 દર્દીઓ ચેપમાંથી સંપૂર્ણ રીતે સાજા થયા છે.