ઉત્તરાખંડ-

જંગલોમાં લાગેલી ભયાનક આગ ૨૪ કલાકમાં વધુ ફાટી નીકળી છે. કેન્દ્રએ બે હેલિકોપ્ટર મોકલ્યા છે. મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે એક કટોકટી બેઠકમાં વન વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી છે. હાલમાં ૪૦ સ્થળોએ આગ લાગી છે. ચોવીસ કલાકમાં, ૬૩ હેકટર જંગલ નાશ પામ્યું છે. નૈનીતાલ, અલ્મોરા, ટિહરી અને પૌરી ગઢવાલ સૌથી વધુ અસરગ્રસ્ત છે. ૧૨ હજાર કર્મચારી કામે લાગ્યા. પરિસ્થિતિ ચિંતાજનક, કેન્દ્ર સતત સંપર્કમાં છે. ત્યારે હવે આ આગને કાબુમાં લેવા ંમાટે એરફોર્સનું હેલિકોપ્ટર મોકલા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સીઝનમાં ૯૮૩ આગની ઘટનાઓ બની છે. જેમાં ૧,૩૬૦ હેકટર જંગલ નાશ પામ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૩ હેકટર જંગલો બળી ગયા છે. આગની અસરથી નૈનીતાલ, અલ્મોરા, તેહરી-પૌરી ગઢવાલ વધુ અસરગ્રસ્ત, વાઘ અભ્યારણ જિમ કોર્બેટ પાર્ક સુધી જ્વાળાઓ પહોંચી.