અમદાવાદ-

ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત માં લોકો એ કોરોના નું ટેંશન ભૂલી ને મન ભરીને ઉજવણી કરી હતી અને સાંજે લોકો એ ફટાકડાની ફોડવાની મજા લીધી હતી જોકે આ વખતે પ્રતિબંધ હોવા છતાં મોટા ભાગ ના ધાબાઓ ઉપર મ્યુઝીક વાગ્યા હતા પણ ક્યાંક ક્યાંક સીસ્ટમ ન હતી. બીજી તરફ રાજય માં ઉત્તરાયણ માં અલગ-અલગ જગ્યાઓએ દોરી વાગવાના કે પડી જવાનાં 61થી વધુ બનાવો બનવા પામ્યા હતા. બપોરે 1 વાગ્યા સુધીમાં જ 1205 કોલ્સ ઇમરજન્સીના ગુજરાતભરમાથી સામે આવ્યા હતા. તો ગળું કપાઈ જવાને રાજ્યમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યા હતા જ્યારે અનેક પક્ષીઓ ઘાયલ થયા અને કેટલાય મોત ને ભેટ્યા હતા.

અમદાવાદમાં પતંગની દોરીના લીધે ગળું કપાવવાના અને ઇજાના શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 5 જેટલાં બનાવો બન્યા છે. વસ્ત્રાલમાં 3 જેટલાં લોકોને દોરી વાગતાં ગળા કપાયા છે. જ્યારે જુહાપુરામાં 1 અને વેજલપુરમાં પણ 1 વ્યક્તિનું દોરીનાં કારણે ગળું કપાઈ જતાં મોત નિપજ્યા હતા. ઈજાગ્રસ્ત લોકોને 108ની ટીમે સારવાર માટે હોસ્પિટલ માં એડમિટ કર્યા હતા.