લંડન-

બ્રિટિશ વિદેશ મંત્રી ડોમિનિક રાબે ચીન ઉઈગર વસ્તી વિરૂદ્ધ માનવાધિકારોનું વ્યાપક હનન કરે છે તેવો આરોપ મુક્યો હતો. ડોમિનિક રાબે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું અને સાથે જ કહ્યુ હતું કે, આ માટે જે જવાબદાર છે તેમના વિરૂદ્ધ પ્રતિબંધની મનાઈ નહીં થઈ શકે. રાબે જણાવ્યું કે, મુસ્લિમ સમૂહનું વ્યાપક ઉત્પીડન અને બળજબરીપૂર્વક નસબંધી વગેરે એવી વાતોની યાદ અપાવે છે જે લાંબા સમયથી નથી જાેવા મળી.

રાબના કહેવા પ્રમાણે આ મામલે ઉચિત કાર્યવાહી કરવા માટે બ્રિટન પોતાના સહયોગીઓ સાથે મળીને કામ કરશે. આ ઉપરાંત આજે તેઓ સંસદમાં આ મામલે બ્રિટનની પ્રતિક્રિયા અંગે એક નિવેદન પણ આપવાના છે. આ બધા વચ્ચે એવી અટકળો વહી રહી છે કે બ્રિટન પોતાની પૂર્વ વસાહત હોંગકોંગ સાથેની વર્તમાન પ્રત્યાર્પણ સંધિ રદ કરી દેશે.

ડોમિનિક રાબના કહેવા પ્રમાણે તેઓ ચીન સાથે સકારાત્મક સંબંધો ઈચ્છે છે પરંતુ તેઓ આ પ્રકારનો વ્યવહાર નહીં જાેઈ શકે. આ બધા વચ્ચે બ્રિટનમાં રહેલા ચીની રાજદૂત લિયૂ શિઓમિંગે 'યાતના શિબિરોની વાત અલગ છે. બાકી ઉઈગરોને પણ એ જ અધિકારો મળેલા છે જે દેશના અન્ય જાતિય સમૂહોને મળેલા છે.' તેમ જણાવ્યું હતું.