અમદાવાદ, કોરોનાએ સમગ્ર દેશ અને દુનિયામાં હાહાકાર મચાવ્યો છે છે છેલ્લા એક વર્ષથી દેશ અને દુનિયા કોરોના જેવી ભયંકર બીમારીનો સામનો કરી રહી છે. વેકશીન આવ્યા બાદ પણ કોરોના એ પોતાનો રુદ્ર રૂપ યથાવત રાખ્યું છે. ત્યારે આજે અમદાવાદની સાબરમતી જેલ ખાતે કોર્પોરેશન ઘ્વારા વેકસીન હાથ ધરવામાં આવ્યું હતું.૬૦ વર્ષ થી ઉપરના લોકોને પ્રથમ હરોળ મા રાખીને આજે વેકસીન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જાેકે કોરોના એ જેલ મા પણ એટલોજ પ્રકોપ બતાવ્યો હતો કેટલા કેદીઓ કોરોનાનો શિકાર પણ બન્યા હતા ત્યારે તમેને પૂરતી સારવાર મળી રહે તે માટે કોર્પોરેશન અને સાબરમતી જેલ પ્રશાંશન ઘ્વારા અનેક તકેદારી રાખી અને કોરોનાને રોકવા સફળ થાય છે

જાેકે સાબરમતી જેલની વાત કરવામાં આવે તો સાબરમતી જેલ મા જયારથી કોરોનાની ગુજરાત માં એન્ટ્રી થઈ ત્યારથી જ કોર્પોરેશન ઘ્વારા એક ટિમ સાબરમતી જેલ ખાતે રાખવામાં આવી છે જેમાં જે પણ કેદીઓ બહારથી જેલ મા આવે છે કે કોઈ પેરોલ પરથી આવે છે ત્યારે એમનો િંॅષ્ઠિ ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે જાે કોઈ કેદીને કોરોના પોઝિટિવ આવે તો તેને સુરક્ષિત હોસ્પિટલમા મોકલવામાં આવે છે કાતો તેને અલગ બેરેકમાં હોમ આઇસોલેશન મા રાખવામાં આવે છે. હવેજાે કોઈ ગુનામાં પણ આરોપીને પોલિસ પકડીને લાવે છે તો તેનો ટેસ્ટ ફરજીયાત કરવામાં આવે છે. અને પેરોલ પર મોકલતી વખતે પણ તેમને ટેસ્ટ કરી ને જવા દેવામાં આવે છે અને જ્યારે પેરોલ પુરી કરીને આવે છે ત્યારે પણ તેનો ટેસ્ટ ફરજીયાત કરવામાં આવે છે

કોરોનાના કોર્ટ ઘ્વારા પણ કહેવામાં આવ્યુ હતું કે ખૂબ જ ગંભીર ગુનો હોય તો જ કેદીઓને કોર્ટમાં લાવામાં આવે નહીં તો તેનું વિડિઓ કોન્ફ્રરન્સથી પેશી કરવામાં આવે. હાલ પણ જાે કેદીઓને જરૂર જણાય તો જ તેમને કોર્ટમાં લઇ જવામાં આવે છે. વકીલોને પણ આ બાબતે જાણ કરવામાં આવી હતી. સાબરમતી જેલમાં ચાલી રહેલા વેકશીનેસ વિશે વાત કરતા જેલ ડીવાયએસપી ડી.વી રાણા એ જણાવ્યું હતું કે હાલમા આ વેકસીન ૬૦ વર્ષના કેદીઓને આપવામાં આવે છે.

કોમોર્બીટ કેદીઓને આપવામાં આવે છે. ત્યાર બાદ ૪૫ વર્ષથી તમામ કેદીઓને આપવામાં આવશે.અને બાદમા તમામ કેદીઓને આ રસી આપવામાં આવશે. કોરોના વિશે વધુ વાત કરતા તેમને જણાવ્યું હતું કે કોરોનાની શરૂઆત થઈ ત્યારથી જ કેદીઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેમને પેરોલ પાર મોકલતા પહેલા અને પછી ટેસ્ટ ફરજીયાત કરવામાં આવે છે. જાે કોઈ નવો કેદી આવે છે કોઈ ગુનામાં તો પણ તેનો ટેસ્ટ કરવામાં આવે છે.

જેલમાં કેદીઓની કોરોનાથી સાવધાની

જેલમાં કેદીઓ માટે હંમેશા એક અલગથી હોસ્પિટલ હોય છે કોરોના કાળ દરમિયાન જે પણ કેદીઓને કોરોના ના લક્ષણ દેખાય તેમને અલગ બેરેક મા હોમ કોરોન્ટાઈ કરવામાં આવ્યા હતા અને વધુ ઉમર વાળા કેદીઓને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જેલમાં મહિલા કેદીઓ પણ છે ત્યારે તેમના માટે પણ આ જ રીતની ખાસ વ્યવસ્થા કરવામા આવી હતી. હાલમાં વેકશીનેસની કામગીરી ચાલુ છે ધીરે ધીરે તમામ કેદીઓને આ રસીકરણ કરવામાં આવશે જેથી કોરોનાથી બચી શકે

મન કી બાત સાંભળી

સાબરમતી સેન્ટ્રલ જેલમાં અનેક પ્રવૃતિઓ ચાલે છે જેમાં જેલવિભાગ ઘ્વારા એક રેડીઓ સ્ટેશન પણ ચાલવામાં આવે છે અને આ સ્ટેશન પણ કેદીઓ ચલાવે છે આજે માર્ચ મહિનાના છેલ્લા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કહી હતી તે કેદીઓએ આજે તેમના રેડિયો સ્ટેશનથી સાંભળી હતી.આ સ્ટેશન ને રેડીઓ પ્રિઝન નામ પણ આપવામાં આવ્યું છે