ભરૂચ, ભારત બંધના એલાનમાં ભરૂચની બે એપીએમસી વચ્ચે ગજગ્રાહ થયો હતો. વડદરાએ બંધના એલાનમાં જાેડાવવાનો નિર્ણય કર્યો હતો જ્યારે મહમદપુરા એપીએમસીના ચેરમેન ભાજપના ધારાસભ્ય હોવાથી ચાલુ રહેશે. પંજાબ સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહેલા કિસાન યુનિયનોને રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ તથા મહમદપુરા એ.પી.એમ.સી. વેપારી એસોસિએશનનું ૮ ડિસેમ્બરના જાહેર થયેલ ભારત બંધને સમર્થન કર્યું છે. ભારત સરકાર દ્વારા ત્રણ ભૂમિ અધ્યાદેશ રદ કરવા બાબતે આંદોલન ચાલુ છે તેમા અનેક કિસાન યુનિયનો અને ભારત સરકાર વચ્ચે સમાધાન ન થવાથી ૮ મી એ ગુજરાતની અને ખાસ કરીને ભરૂચ જિલ્લાની જનતાને આ બંધમાં જાેડાવવા રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના પ્રમુખ અરવિંદસિંહ રણાએ અપીલ કરી છે. તેમને આહવાન કર્યું હતું કે બધાજ વેપારીઓ સંગઠનો અને એ.પી.એમ.સી. ના વેપારી સંગઠનો સ્વૈચ્છિક રીતે ભારત બંધ આંદોલનમાં જાેડાય તે જરૂરી છે. આ કાળો કાનૂનનો વિરોધ ભારત દેશના દરેક નાગરિકો અને કિસાનોને નુકસાનકર્તા છે.  

જાે અત્યારે આ અધ્યાદેશ રદ નહીં થાય તો આપણી આવનારી પેઢી કદાપિ આપણને માફ નહીં કરે. જેથી આ અધ્યાદેશથી નાના અને મધ્યમ વેપારીના વેપાર ધંધા નષ્ટ થઈ જશે. કાળા બજારી થશે, અને ઉદ્યોગપતિઓનું ઇસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ ફરીથી સામ્રાજ્ય સ્થાપિત થશે. મધ્યમ કે ગરીબ ખેડૂતો આ મૂડીપતિઓ સામે લડવા માટે કોર્ટમાં નહીં જઇ શકે. ખેડૂતો પોતે પોતાના ખેતરોમાં મજદૂર બની જશે અને ન્યાયની આશા નહિવત રહેશે. જેથી ભરુચ જિલ્લાના વેપારી એસોસીએસનોને આ બંધમાં જાેડાઈને કિસાનોનો અવાજ બની એમની પડખે ઉભા રહી એક દિવસ પોતાના વેપાર ધંધા સંપૂર્ણ બંધ રાખી ભારત બંધના એલાનમાં સહયોગ આપવા નમ્ર અપીલ છે.

ત્યારે બીજી તરફ વર્ષોથી તૈયાર બનીને ઉભી થેયલ અને લોકડાઉન દરમિયાન શરૂ થયેલ વડદલા એપીએમસી આ ભારત બંધના આંદોલનમાં નહિ જાેડાય તેવી એપીએમસી ચેરમેન અને વાગરા વિધાનસભાના ધારાસભ્યએ નિવેદન આપ્યું હતું. જેથી એક જ તાલુકામાં આવેલ બંને એપીએમસીમાં વેપાર કરવા આવતાં ખેડૂતો અને વેપારીઓ અસમંજસમાં છે.