વડોદરા-

પાદરાના કરખડી ગામની સીમમાં આવેલ નિઓજીન કેમિકલ કંપનીમાં રીએક્ટરમાં બ્લાસ્ટ થતાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝ્યા હતા જેમને પ્રાથમિક સારવાર માટે ક્રોસરોડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી એક કર્મચારીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

પાદરા તાલુકાના કરખડી ગામની સીમમાં આવેલ નિઓજીન કેમિકલ કંપનીમાં કામ કરતાં ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા હતા. જ્યાં નિઓજીન કંપનીના પ્રોસેસિંગ પ્લાન્ટ માં રાત્રે 1.15 વાગે પ્લાન્ટ ના રીએક્ટર માં પ્રેશર વધતા રિએક્ટર ફાટતા રીએક્ટર રહેલુ પ્રોસી નામનું કેમિકલ ઉડીને બહાર આવતા પ્લાન્ટ માં કામ કરતા ત્રણ કામદાર કર્મચારી ઓને કેમિકલ લાગતા ગંભીર રીતે દાજ્યા હતા. જેઓને સારવાર માટે પાદરાના ડભાસા પાસે આવેલ ક્રોસરોડ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા જેમાં એક કામદાર વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે કામદાર કર્મચારી ગંભીર હાલત માં હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે. જેમાં વિરાજકુમાર ચંદ્રસિંહ પરમાર ઉ.24 રહે.રુનાદ, તા.જમબુસર નું મોટ નીપજવા પામ્યું હતું. જ્યારે અન્ય કંપનીના કામદાર કર્મચારી મનોજ ચંદ્રસિંહ પરમાર ઉ.36 રહે.કહનવા, તા.જંબુસ તેમજ ભાઈલાલ મગનભાઈ પરમાર ઉંમર વર્ષ 30 રહે.ચોકારી, તા. પાદરા જીલ્લો વડોદરા નાઓ શરીરના ભાગે ગંભીર રીતે દાઝી જતા પાદરા ક્રોસરોડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હોય અને તેઓની હાલત ખૂબ જ ગંભીર રીતે દાઝી જતા ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે