વડોદરા-

વડોદરા મ્યુનિ. કોર્પારેશનનુ આરોગ્ય ખાતુ કોરોનાની સ્થિતિ કાબૂમાં હોવાના દાવા કરતુ રહ્યુ છે. એવામાં રાજ્ય સરકારે વડોદરામાં નાઈટ કરફ્યુ લાદવાનો ર્નિણય લીધો છે. જે પાછળ વડોદરામાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક હોવાના અહેવાલ સાપડી રહ્યા છે. આરોગ્ય વિભાગે માત્ર કોરોના સંક્રમિત લોકોના સાચા આંકડા જ નહીં પરંતુ મોતને ભેટનારાઓની સાચી સંખ્યા પણ છૂપાવી હોવાની ચોંકાવનારી વિગતો જાણમાં આવી છે. બિનસત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં વડોદરામાં ૧ હજારથી પણ વધુ નાગરિકોને કોરોના ભરખી ગયો હોવાની આશ્ચર્યજનક માહિતી સપાટી પર આવી છે.

ત્યાં જ હવે વડોદરાથી હાહાકાર મચાવતા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા રેલવે કર્મીઓમાં કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. વડોદારામાં એર જગ્યાએથી ૫૦થી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. વડોદરાના રેલવે હોસ્પિટલ ખાતે ૩૫૦માંથી ૫૦ કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો છે. રેલવે કોલોનીમાં ધન્વંતરી રથથી આ ૩૫૦ લોકોનો સર્વે કરાયો હતો.

રેલવે કર્મીઓમાં કોરોના બ્લાસ્ટ થયા લોકો ભયભીત થઇ ગયા છે. રેલવે હોસ્પિટલ ખાતે ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ કરાયા હતા જેમા ૫૦થી વધુ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયાની પુષ્ટિ થઇ છે. ૩૫૦ ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટમાંથી ૫૦ કર્મીઓ સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. રેલવે કોલોનીમાં ધન્વંતરિ રથથી પણ સર્વે થયો હતો.