વડોદરા-

બરોડા ડેરી તરીકે જાણીતી વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રે સૌથી મોટી વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 13 ઝોનમાંથી 7 ઝોનનાં ડિરેક્ટરોની આજ રોજ ચૂંટણી યોજાઇ રહી છે. ચૂંટણી અધિકારી એસડીએમ વિજય પટનીની દેખરેખ હેઠળ બરોડા ડેરીની ચૂંટણીનું મતદાન શરૂ થયું હતું. જેમાં કોવિડ 19ની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સહિત સેનેટાઇઝિંગ અને માસ્ક પહેરીને મતદાન કરવામાં આવી રહ્યું છે.7 ઝોનમાં થઈને કુલ 594 દૂધ ઉત્પાદકો પોતાના વિસ્તારના અગ્રણીની પસંદગી કરવા મતદાન કરશે. બરોડા ડેરીના પરિસરમાંજ મતદાન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યાં છે. કોવિડ 19ની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરીને જ મતદારોને મતદાન કરવા પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અલગ અલગ સ્થળો પર હેન્ડ સેનેટાઈઝર મુકવામાં આવ્યાં છે .પાદરા, ડભોઇ, સંખેડા, વડોદરા, સાવલી, ડેસર, તિલક વાડા/ શિનોર ઝોનનાં ડિરેક્ટરોની ચૂંટણી યોજવામાં આવી છે.