અમદાવાદ-

હાલમાં જ કોરોનાની મહામારીના લીધે સમગ્ર દેશમાં અને રાજ્યોમાં સરકારો દ્વારા લોકડાઉન લગાવવા માટે ફરજ પડી હતી, જેના કારણે કેટલાય લોકોએ જીવનમાં નાસીપાસ થઈને પોતાના જીવન ટૂંકાવી દીધા હતા, અને કેટલાયના પરિવારો ઉજળી ગયા હતા, આવીજ એક રસપ્રદ ઘટના લોક ડાઉન પત્યા પછી વડોદરાના ગોત્રી વિસ્તારમાં બની ગઈ, વડોદરાના ગોત્રી વિસ્તારની એક સોસાયટીમાં એક વૃધ્ધા એકલવાયું જીવન વિતાવતા હતા તેમનો રાજ્યના સાંસદ અને વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી ઉપર ગયો હતો. સામેથી એક માજી બોલી રહ્યા હતા કે મારુ નામ દેવિકા છે, સાહેબ મેં છેલ્લા 3 દિવસથી કશું ખાધું નથી અને ઘરમાં એક અનાજનો એક દાણો પણ નથી.

ફોન પત્યાના એક કલાક પછી તે માજીના ઘરે દરવાજો ખખડાવવામાં આવ્યો ત્યારે એક માજી પોતાના પગ ઢસડતા ઢસડતા આવીને દરવાજો ઉઘાડ્યો હતો. ત્યારે સામે પાલિકાના એક અધિકારી ટીફીન સાથે દરવાજામાં ઉભા હતા, ટીફીન આપતાની સાથે જ માજીએ કહ્યું કે તેઓ પોતે મરજાદી વૈષ્ણવ છે, કોઈના હાથનું ખાતા નથી, એટલે બીજા એક કલાકમાં તો માજીના ઘરે લગભગ ત્રણ મહિના સુધી ચાલે તેટલું સીધું સામાન પહોચી ગયું, દૂધનો જથ્થો પણ પહોચી ગયો, જ્યારે તે અધિકારીએ તે વૃધ્ધા સાથે વાતચીત કરી ત્યારે જાણવા મળ્યું કે તેમના જ્યારે લગ્ન વિચ્છેદ થયા ત્યારે પરિવારમાં તેમના દાદી જ હતા અને તે રાજમહેલમાં સિલાઈ કામ કરીને ઘરનું ભરણપોષણ ચલાવતા હતા, ત્યારે તેમના હાથ નીચે તૈયાર થઈને માજીએ પણ દાદીની જેમ બીજાના ઘરોમાં સિલાઈ કામ કરીને પોતાના દીકરાને પણ ભણાવી ગણાવીને એન્જીનીયર બનાવ્યો તેના લગ્ન પણ કરાવી આપ્યા આજે બને દીકરો અને વહુ ઓસ્ટ્રેલીયામાં સેટલ થઇ ગયા છે, છેલ્લા 12 વર્ષથી હું એકલી આ મકાનમાં રહું છે. 

તેઓ ત્યાંથી દર બેત્રણ મહિને એક વખત ચારેક હજાર રૂપિયા મોકલતા હતા પરંતુ જ્યારથી આ કોરોના નું લોક ડાઉન શરુ થયું ત્યારથી દીકરાનો ફોન આવવો બંધ થઈ ગયો અને રૂપિયા પણ મોકલવા બંધ કરી દીધા છે. વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ જ્યારે ફોન પર આ માજીનો અવાજ સાંભળ્યો ત્યારે તેમના અવાજમાં ભારે વેદના જણાઈ આવી હતી, જેથી મેં પાલિકાના એક જવાબદાર અધિકારીને તેમના ત્યાં મદદ કરવા માટે જવાનું કહ્યું હતું.