વડોદરા

કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા જે ત્રણ કૃષિવિષયક કાયદા પસાર કરવામાં આવ્યા છે. એ ત્રણે ત્રણ કૃષિવિષયક કાયદાઓને પરત ખેંચવાને માટે પંજાબ ,હરિયાણા ખેડૂતો છેલ્લા દશ દિવસથી દિલ્હીના ચોતરફના માર્ગો પર હજારો ટ્રેકટરો સાથે લાખોની સંખ્યામાં ઉમટી પાડીને ચક્કાજામ કરી બેઠા છે, ત્યારે આ કાયદા પરત ખેંચવાની એકમાત્ર માગ સાથે અડગ રહેલા ખેડૂતોની સરકાર સાથેની મંત્રણાઓ અવારનવાર ભાગી પડી છે. ત્યારે તેઓ દ્વારા આગામી ૮ મી ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ એલાનને વડોદરાના અનાજ કરિયાણા બજારોના વેપારીઓ ખેડૂત આંદોલનને ખુલ્લેઆમ ટેકો આપશે તેમજ ભારત બંધના ૮ ડિસેમ્બરના કાર્યક્રમમાં વડોદરા એપીએમસી અને હાથીખાના બજાર સંપૂર્ણ બંધ પાણીને જાેડાશે. તેઓએ શહેરના તમામ અનાજ કરિયાણા અને કઠોળના વેપારીઓને બંધ રાખવાને માટે અપીલ કરી છે. તેમજ ખેડૂત આંદોલનને ટેકો આપવાને માટે વેપારીઓને જણાવ્યું છે. આ અંગે શહેરના હાથીખાનાના ધી બરોડા ગે્‌ન મરચન્ટસ એશોસીયેશનની ટિમ દ્વારા વેપારીઓને જાહેર અપીલ કરી છે. જેમાં આ વિરાટ જનહિતના અને વેપારીઓના હિતના જાણ આંદોલનને ટેકો આપવા અપીલ કરી છે. તેઓએ જણાવ્યું છે કે ખેડૂત આંદોલન એ અન્ના હજારેના આંદોલન પછીનું વિરાટ કહી શકાય તેવી ઘટના છે. એપીએમસીની માટે કેન્દ્ર સરકાર દ્વારા જે નવો કાયદો ઘડવામાં આવ્યો છે. એને લઈને અનાજ કરિયાણાના વેપાર સાથે સંકળાયેલા દેશના તમામ વેપારી મિત્રોના અસ્તિત્વ માટે નવો કાયદો પણ જાેખમરુપ છે. જેને લઈને ધી બરોડા ગે્‌ન મરચન્ટસ એશોસીયેશનની કારોબારી સમિતિએ આગામી આઠમી ડિસેમ્બરને મંગળવારે ખેડુત આંદોલનના ભારતબંધના એલાનને ટેકો આપવાનું નક્કી કરેલ છે. જેથી આ દિવસે હાથીખાના માર્કેટ તથા વડોદરા શહેરના તમામ અનાજ કઠોળના વેપારી મિત્રોને પોતાનો વેપાર બંધ રાખવા જણાવ્યું છે. આ ઉપરાંત આ વ્યવસાય સાથે જાેડાયેલ શહેર જિલ્લાના તમામ અનાજ, કરિયાણા તથા કઠોળના વેપારીઓને જાેડાવવાને માટે અપીલ કરી છે.